ગૌ આધારિત ઉદ્યોગો માટે “GAU TECH - 2023”નું તા. 24 મે થી 28 મે 2023, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે વૈશ્વિક મેળાનું આયોજન - At This Time

ગૌ આધારિત ઉદ્યોગો માટે “GAU TECH – 2023”નું તા. 24 મે થી 28 મે 2023, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે વૈશ્વિક મેળાનું આયોજન


ગૌ આધારિત ઉદ્યોગો માટે “GAU TECH - 2023”નું તા. 24 મે થી 28 મે 2023, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે વૈશ્વિક મેળાનું આયોજન

ડો.વલ્લભભાઈ કથીરિયા અને GCCI ટીમ તા. 11 મે ના રોજ સવારે 8 :00 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્યના પૂર્વકૃષિ અને પશુપાલન મંત્રી અને વર્તમાનમાં ઇફ્ફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્તે ભૂમિ પૂજન

શ્રી કલ્પકભાઇ મણિયાર
GCCI પ્રેરિત ગૌ આધારિત ગ્લોબલ સમીટ એન્ડ એક્સ્પો - શ્રી રાજુભાઇ ધ્રુવ દેશભરના અનેક સાધુ સંતો વૈજ્ઞાનિકો અને રાજકીય અને સામાજિક આગેવાનો આ ઔધયોગિક પ્રદર્શનમાં ભાગ લેશે.

શ્રી હંસરજભાઈ ગજેરા
સષ્ટ્રીય સ્તરની અને સ્થાનિક સ્તરની કાર્યકર્તાઓની ટીમ આ ભવ્ય કાર્યક્રમના આયોજન માટે પૂર્વ તૈયારી કરી રહી છે શ્રી મિતલભાઈ ખેતાણી

રાજકોટના આંગણે તારીખ તા. 24 મે થી 28 મે 2023, ના રોજ “GAU TECH - 2023” નામથી GCCI ના માધ્યમથી ગૌ આધારિત ઔધ્યોગિક પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ સમિટ નું આયોજન થઈ રહ્યું છે. તે અનુસંધાને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર તારીખ 11 મે, ના રોજ સવારના 8:00 કલાકે ભૂમિ પૂજનનું અને ગૌ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પૂર્વ અને કૃષિ પાલન મંત્રી, અમરેલીના પૂર્વ સાંસદ અને વર્તમાનમાં ઈફકો અને NCUI ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે આ ભૂમિ પૂજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાધુ સંતો, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યા માં ગૌસેવકો - ગૌ ભક્તો, કૃષિ કારો ઉપસ્થિત રહેશે. ગાયને આપણે ગૌધન કહીએ છીએ, ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે, ગૌ માતાની મહત્તાને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે કિસાન, મજદૂર, યુવાન, મહિલા, ગોપાલક સમૃદ્ધ થઇ શકે અને સાથે સાથે ભારત વર્ષની સમૃધ્ધિ માં વધારો કરી શકે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના “ગૌ- ધન” અને “ગોબર થી ગોલ્ડ” ના માધ્યમથી “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવામાં ગૌ આધારિત ઉદ્યમિતાનો ખૂબ મોટો સહયોગ હોઈ શકે છે.
હાલમાં ફક્ત ગાય ને દૂધ અને દૂધની ડેરી પ્રોડકટ્સ, દૂધ, દહીં, અને ઘી અને તેનું મૂલ્યવર્ધન, ડેરી મશીનરી વગેરેના ડેરી એક્સપો થાય છે. પરંતુ અહીંયા ડેરી એક્સપોની સાથે સાથે ગૌમૂત્રમાંથી બનતી વિવિધ આઇટમો જેમાં પંચગવ્ય મેડિસિન, ઉપરાંત ફિનાઇલ, સાબુ, શેમ્પૂ અને ગૌમૂત્ર અર્ક અને બાયોપેસ્ટીસાઈડ અને ગોબરમાંથી બનતી આઇટમો, બાયોફર્ટીલાઇઝર, બાયોપેસ્ટીસાઈડ અને ગ્રોથ પ્રમોટર, અને સાથે સાથે આઘુનિક કોસ્મેટિક આઇટમસ, અને દેવ-દેવતાઓની મૂર્તિઓ, ટેબલપીસ, ફોટોફ્રેમ, ઘડિયાળ, રાખડી, માળા, અને બ્રિક્સ, પ્લાયવૂડ, પેપર, કલર, પ્લાસ્ટર જેવી આઇટમો બને છે, તેનો આ એક્સપોમાં સમગ્ર દેશ ભરમાથી આશરે ૩૦૦ થી પણ વધારે સ્ટોલ રહેશે. ઉપરોક્ત ઉત્પાદનોના મેન્યુફેકચરર્સ અને મશીનરીના રહેશે . તેમજ ટ્રેડર્સ, એક્સપોર્ટર્સ, ઇમ્પોર્ટર્સના સ્ટોલ રહેશે.
આ ઉપરાંત સરકારી વિભાગોમાથી સરકારી આધિકારીઓ, ડાયરેક્ટરોશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ ગૌ સંવર્ધન, બાયોપેસ્ટીસાઇડ, જૈવીક ખાતર, સજીવ ખેતી, બાયોફ્યુઅલ, કાઉ ટુરીઝમ, ગાયનું છાણ અને ગૌમૂત્રમાથી બનતી આઇટમો, ડેરીને લગતા ઉત્પાદો, ગૌશાળા વ્યવસ્થાપન, ગૌ છાત્રાલયો, એથનો-વેટરનરી અને આયુર્વેદ દવાઓ, પંચગવ્ય ચિકીત્સા જેવા કુલ વિષયો પર ૯ સેમિનારોમાં પોતાનું માર્ગદર્શન આપશે, તેવું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં કન્સેપ્ટ નોટથી માંડી સર્વગ્રાહી પ્રોજેક્ટ રિપોર્ટ, તેના ROI, એટલે કે કેટલું રિટર્ન, કેટલી કેપીટલ કોસ્ટ થાય, અને એમા આવનારા દિવસોમાં કેટલી બિઝનેશની સંભાવના છે, તે સાથે સફળ ઉધોગપતિઓના અનુભવો તેમજ આ ક્ષ્રેત્રમાં દેશ વિદેશ માં કાર્ય કરતાં સફળતા પ્રાપ્ત કરેલ સ્ટાર્ટઅપ, ઇનોવેશન, આન્ત્રપ્રિન્યોર વગેરે લોકો આ એક્સપોમાં આપણે કરશે. આ સમગ્ર સેમીનારની પ્રવૃતિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે.વધુમાં જણાવતા “Gau Tech – 2023” ૨૪ મે થી ૨૭ મે સુધી દરરોજ રાત્રે ગૌ આધારિત થીમ પર સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ અને રાજકોટની નામાંકિત ધોળકિયા સ્કૂલના વિધાર્થીઓ દ્વારા ગૌ સંસ્કૃતિ પર ક્રુતિઓ રજૂ કરવામાં આવશે. "એક શામ ગૌ માતા કે નામ" પર કવિ સમ્મેલન માં રાજસ્થાન, અને મધ્યપ્રદેશ ના કવિઓ અહી પોતાની પ્રસ્તુતી રજૂ કરશે. ભાણવડ ગૌશાળાની ટીમ દ્વારા "ગૌ માટે શહીદ વીર માંગણા વાળો "એક નાટય પ્રસ્તુતી કરી લોકો માં ગાય પ્રત્યેની સંવેદના જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ એક દિવસ ગુજરાતમાં ખૂબ જ નામના ધરાવનાર એવા લોક સાહિત્યકારો દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે. લધુ ઉદ્યોગ ભારતીના શ્રી હંસરાજભાઈ ગજેરાએ “Gau Tech – 2023” ની વિશેષતા પર ભાર મુક્તા જણાવ્યું કે આ એક્સપોમા સ્ટોલ હોલ્ડરો અને વીઝીટરો માટે એરકંડીશનડ ડોમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગૌ - ગ્રામ્ય થીમ પર આબેહૂબ વિશેષ પ્રદર્શન ગોઠવામાં આવેલ છે. ગૌ મહાત્મ્ય – ગૌ વિજ્ઞાન સમજાવતું પ્રદર્શન ગોઠવવામાં આવશે. આ પ્રદર્શનમાં સરકારશ્રીના MSME ડીપાર્ટમેન્ટમાંથી સ્ટોલ ધારકોને સબસીડી પણ મળશે. ઇન્વેસ્ટર્સ મીટનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્ટોલ હોલ્ડરો ઇન્વેસ્ટર્સ સમક્ષ પોતાની પ્રોડક્ટ રજૂ કરી તેમની પાસે તેઓની પ્રોડક્ટમાં આર્થિક રીતે ઇન્વેસ્ટ કરવાની વાત રજૂ કરશે. દેશ ભરમાથી અલગ – અલગ રાજ્યો હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, કર્ણાટક, છતીસગઢ ગૌ સેવા આયોગ દ્વારા પોતાની સ્કીમોનું અહી એક પેવેલિયન રાખવામા આવશે. જે આગામી દિવસોમાં ગૌપાલન ક્ષેત્રે નવી નીતિઓ ઘડવામાં મદદરૂપ નીવડશે. સરકારી અધિકારીઓ, ટેકનોક્રેટ, વૈજ્ઞાનિકો અને મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રાષ્ટ્રીય સંતો, ધર્મગુરુઓના પ્રવચનો સહિત રાજકીય અને સામાજિક આગેવાનોની ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. તેવું આયોજન કરવામાં આવેલ છે.
સમાજ સેવા સાથે જોડાયેલ અગ્રણી શ્રી કલ્પકભાઈ મણિયારે વિશેષમાં જણાવતા કહ્યું કે આ એક્સપોને સફળ બનાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ, એગ્રીકલ્ચર , આયુષ , MSME, કેમીકલ અને ફર્ટીલાઈઝર, કલ્ચરલ અને ટુરીઝમ, સ્કીલ ડેવલોપમેન્ટ , અર્બન ડેવલોપમેન્ટ, રૂરલ ડેવલોપમેન્ટ, મહિલા અને બાલ વિકાસ જેવા વિવિધ વિભાગો તેમજ ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલૉજી અને ફોરેસ્ટ & એનવાયરમેન્ટ ક્લાયમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવશે. ભારત સરકારના અને રાજ્ય સરકારોના વિવિધ ડિપાર્ટમેંટ, કે જેમની અલગ અલગ યોજનાઓ છે, MSME, એગ્રિકલ્ચર, એનિમલ હસબંડરી મિનિસ્ટ્રી, ટુરિઝમ, એન્વાયરમેન્ટ એંડ ફોરેસ્ટ મિનિસ્ટ્રી વગેરેના સ્ટોલ્સ પણ અહીં રહેશે. અને તેમની યોજનાઓની જાણકારી આપવામાં આવશે. તેમજ ઘણી બધી પ્રાઈવેટ કંપનીઓ / સંસ્થાઓ જેવી કે ભાભા ડાયનીગ હૉલ, એચ. જે. સ્ટીલ. પ્રા. લી., રમેશભાઈ ઠકકટ દ્વારા આ એક્સપોને સફળ બનાવવા સાથ અને સહકાર આપવામાં આવ્યો છે.ભારત સરકારના પશુ પાલન મંત્રાલયના સલાહકાર સમિતિ સદસ્ય શ્રી મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે તા. ૨૪ મે ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે એક્સપોનું ઉદ્ઘાટન ભારત સરકારના પશુપાલન મંત્રી શ્રી પરસોતમ રૂપાલાજી ના હસ્તે કરવામાં આવશે. આ સમયે દેશમાથી અનેક સમાજસેવકો અને ધર્માચાર્યોની ઉપસ્થિતિ રહશે. આ એક્સપોમાં સમગ્ર દેશમથી ઉપસ્થિત રહેનાર સંતો પરમ આદરણીય શ્રી પરમાત્માનંદ સરસ્વતી જી, પરમ આદરણીય શ્રી અખિલેશ્વરાનંદ ગીરીજી, પરમ પૂજ્ય શ્રી કાડશીધેશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી જ્ઞાનાનંદજી મહારાજ પરમ આદરણીય શ્રી ઋષભ દેવાનંદજી, પરમ પૂજ્ય આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુ, પરમ પૂજ્ય શ્રી અવિચલ દાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ જેવા અનેક મહાન સંતો હાજરી આપશે આ એક્સપોની મુલાકાતે નેશનલ લેવલે થી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી, આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ડો. મહેન્દ્ર્રભાઈ મુંજપરા, ડો. સંજીવ બાલયાનજી, ઉપસ્થિત રહેશે. તેમજ રાજ્ય સ્તરે થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી રૂષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મૂળુભાઈ બેરા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી જગદીશ વિશ્વકર્માજી, શ્રી પ્રફુલ પાનશેરીયા, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી દિલીપભાઈ સંઘાણી ઇફ્ફ્કો ચેરમેન, શ્રી માનસિંહભાઈ પટેલ સુમુલ ડેરી ચેરમેન, શ્રીમતી નીલમબેન પટેલ નીતિઆયોગ મેમ્બર,ડાયરેક્ટર IVRI બરેલી, ડાયરેક્ટર NDRI કર્નલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા તેમજ ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ઉપસ્થિત રહી આ એક્સપો ની શોભા વધારશે.એક્સપોની મુલાકાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારશે.આ એક્સપોને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના ગૌ સેવા ગતિવિધિ વિભાગ દ્વારા પણ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. ગૌ સેવા ગતિવિધિના શ્રી શ્રી શંકરલાલ જી, અજીત મહાપાત્ર , શ્રી રાઘવનજી તેમજ આરોગ્યભારતી માથી ડો.અશોક વાર્ષ્ણેય અવશ્ય મુલાકાત લેશે અને તેમનું માર્ગદર્શન આપશે
એક્સપો દરમ્યાન કુલ ૦૫ દિવસ કુલ ૫,૦૦,૦૦૦ થી પણ વધારે સમગ્ર દેશ ભરમાથી અનેક મુલાકાતીઓ, ગૌ ઉદ્યમીઓ , ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ આવી શકે એ માટે GCCI ની ટીમ કાર્યરત છે. સમગ્ર ઇવેન્ટનું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે SAGC દ્વારા કરવામાં આવી રહ્યું છે.સમગ્રતયા જોઈએ તો બધાને સાથે રાખીને, ગાયને કેન્દ્રમાં રાખીને, ગાય સાથે જોડાયેલા ઉદ્યયોગોને પ્રોત્સાહિત કરવા માટે, લોકો પોતાના બિઝનેસની સાથે વધારાનો બિઝનેસ કરવા ઇચ્છુક હોય સેવા સાથે મેવાનો લાભ લેવા અર્થે ગૌ સેવા પણ થાય અને પાંજરાપોળો, ગૌશાળાઓ, કે જે ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ નથી કરી શકતા, તેમને B2B ઇન્વેસ્ટર મળે, MOU થાય, ગૌ મૂત્ર- ગોબર રૂપે રો મટિરિયલનો ઉપયોગ થાય, એમાંથી આવક ઊભી થાય, લોકો માટે એક વિન-વિન સિચ્યુએશનમાં અહિયાં કરાર થાય, આ પ્રકારનું એક ભવ્ય આયોજન ૨૪મે થી ૨૮મે ૨૦૨૩ સુધી, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. આવો આપણે સૌ જે લોકો ઉદ્યયમિતા સાથે જોડાયેલા છે. તેમને આ એક્સપોમાં ભાગીદાર બનાવીએ. જેમને સરકારની અલગ અલગ સ્કીમનો લાભ મળશે, સાથે સાથે ઉદ્યયોગપતિઓ, સમૃધ્ધ અને સક્ષમ લોકો, ભણેલા-ગણેલા, યુવાનો, મહિલાઓ, જેઓ આ બિઝનેસમાં આવવા માંગે છે, તેમના માટે ખૂબ જ મોટી સંભાવનાઓ છે તેનો લાભ મળશે, જાણકારી મળશે. અને જે આપણે સૌ ઈચ્છીએ છીએ, તેમ ગૌ માતાની સાચા અર્થમાં રક્ષા અને સેવા થશે. ગૌ માતા રસ્તે રખડતી બંધ થશે. ગૌ વંશનો , ખરા અર્થમાં દેશની ઇકોનોમીમાં, કાઉ બેસ્ડ ઇકોનોમીમાં, દેશની સમૃદ્ધિમાં ફાળો આપશે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. મેક ઇન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા, ક્લીન ઈન્ડિયા, હેલ્ધી ઈન્ડિયા અને એક આત્મનિર્ભર ભારતનું આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેંન્દ્રભાઈ મોદીજી નું સપનું સાકાર કરવામાં. આ કાઉ બેસ્ડ ગ્લોબલ ઇકોનોમીક સમિટ અને એક્સપો ખૂબ મહત્વનો ભાગ ભજવશે. આવો ! આપણે સૌ એમા સહભાગી બનીએ, યોગદાન આપીએ, અને જે કોઈ પણ રીતે આમાં સહભાગી થઈ શકીએ એરીતે આ પવિત્ર કાર્યમાં જોડાઈએ.
ડો.વલ્લભભાઈ કથીરિયા, શ્રી હંસરાજભાઈ ગજેરા, શ્રી કલ્પકભાઈ મણીયાર,શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી મિતલભાઈ ખેતાણી,શ્રી રમેશભાઈ ઘેટીયા, શ્રીરમેશભાઈ ઠક્કર,શ્રી ધીરુભાઈ કાનાબાર,શ્રી ભરતભાઈ મહેતા,શ્રી વીરાભાઈ હુંબલ,શ્રી અરુણભાઇ નિર્મળ , શ્રી દિલીપભાઈ સખીયા, શ્રી ભાનૂભાઈ મહેતા,શ્રી દિનેશભાઈ વોરા,શ્રી મનીષભાઈ ભટ્ટ,શ્રી વસંત લીંબાસીયા,શ્રી ગિરીશ દેવડીયા,શ્રી નિલેશભાઈ શાહ,શ્રી દિલીપભાઈ કલોલા,શ્રી વિજયભાઈ વાંક,શ્રી ચેતનભાઇ રામાણી,શ્રી બાવનજીભાઈ મેતલીયા,શ્રી શાંતુભાઇ શ્રી રૂપારેલીયા, શ્રી પરસોતમભાઈ કમાણી, શ્રી રાજેન્દ્રભાઈ શાહ, શ્રી હરેશભાઈ વોરા,શ્રી ડી.વી મહેતા, શ્રી મુકેશભાઈ દોશી,શ્રી વિજયભાઈ પાંચાણી,શ્રી ધનસુખભાઈ વોરા,શ્રી જીગ્નેશભાઈ રાઠોડ,શ્રી માધવભાઈ દવે,શ્રી પરેશભાઈ ગજેરા, શ્રી વિજયભાઈ વ્યાસ, સહિતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કમિટી સક્રિય રીતે આ મેળાના આયોજન માં કાર્યરત છે. વિવિધ કમીટી ઓની રચના કરીને કાર્યકર્તાઓ અને સ્વયં સેવકો આ ભવ્ય કાર્યક્રમ ને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. અનેક સામાજીક, રાજકીય અને ધાર્મિક તેમજ અનેક સમાજના આગેવાનો વિવિધ દેશના આંતર રાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત માટે પૂર્વ તૈયારી કરી રહેલ છે. રાજકોટની વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈને આ કાર્યક્રમ ને સફળ બનાવવા સક્રિય રીતે યોગદાન આપી રહ્યા છે.
Gau Tech – 2023ની વીશેષ માહિતી માટે હોટલ પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ મેઈન રોડ ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યુ છે. હંસરાજભાઇ ગજેરા ૯૪૨૬૨ ૧૬૨૭૭, શ્રી મિતલભાઈ ખેતાણી ૯૮૨૪૨ ૨૧૯૯૯ , શ્રી અપૂર્વભાઈ જોશી ૮૫૧૧૧ ૧૨૫૧૮ શ્રી રમેશભાઈ ઠક્કર ૯૯૦૯૯ ૭૧૧૧૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.