ચા પીવા બોલાવી મવડીના મહેન્દ્રસિંહ પર તેના મિત્ર હર્ષદ અને કાલીનો હુમલો
મવડી વિસ્તારમાં રહેતાં મહેન્દ્રસિંહ પરમાર નામના યુવકને તેના મિત્ર હર્ષદ અને કાલી નામના શખ્સોએ ચા પીવા પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે બોલાવી એક વર્ષ પહેલાં થયેલ ફરિયાદના સમાધાનનું કહીં પાઈપથી મારમારતાં યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મવડીમાં આવેલ ઉદયનગર-1 માં રહેતો મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર (ઉ.વ.21) ગઈકાલે રાત્રીના પોતાના ઘરે હતો ત્યારે તેને તેના મિત્ર હર્ષદનો ફોન આવેલ અને ચા પીવા માટે પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે આવવાનું કહેતાં યુવાન રાત્રીના નવ વાગ્યાની આસપાસ પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે ગયેલ હતો. ત્યાં હાજર હર્ષદ અને કાલીએ તેને એક વર્ષ પહેલાં યુનિવર્સિટી પોલીસ મથકમાં મારામારી અને દારૂની નોંધાવેલ ફરિયાદના સમાધાન માટે વાતચીત કરી હતી.
દરમિયાન બંને શખ્સો ઉશ્કેરાયા હતાં અને યુવક સાથે ઝઘડો કરી પાઈપથી બેફામ મારમાર્યો હતો. બાદમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં હોસ્પિટલના બિછાનેથી ફરિયાદીએ જણાવ્યું હતું કે, હું હર્ષદ બેલીમ તથા કાલી અગાઉ સારા મીત્ર હોય અને એક વર્ષ પહેલા પોલીસ વિરુધ્ધમાં અરજી આવેલ હતી. હર્ષદ મને પોલીસ સાથે સમાધાન કરવાનું જણાવેલ હતું અને મે પોલીસ સાથે સમાધાન ન કરતા જેનો ખાર રાખી હર્ષદ બેલીમ તથા કાલીએ સમાધાન કરવા બોલાવી પાઈપ વડે મારમારેલ હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી વિરૂદ્ધ 325,323,506(2),504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.