સુરેન્દ્રનગર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ વિવિધ પડતર માંગને લઈને શહેરમાં રેલી યોજી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોના હક્ક અને અધિકાર માટેની રેલી સફળતા પૂર્વક સંપન્ન
વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીમા જોડાયા હતાં.
સુરેન્દ્રનગર નગરપાલીકા ના સફાઈ કામદારોના પ્રશ્નો જેવા કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી, નિયમિત પગાર કરવો, લઘુતમ વેતન રૂ.૪૭૩ મુજબ વેતન ચુકવવું, ઈ.પી.એફ ની રકમ પરત અપાવી, સફાઈ કામદારો નું શોષણ બંધ કરાવવા માટે યોજાયેલી હક્ક અને અધિકાર રેલી નગરપાલિકાની કચેરી ખાતે પહોંચી પાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડયાને સફાઈ કામદારોનાં વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું જેથી સફાઈ કામદારોને તા.૦૧-૦૪-૨૦૨૩ થી તા.૩૦-૦૯-૨૦૨૩ સુધી નું એરિયર્સ અને પગાર તહેવાર પહેલા ચુકવવામાં આવશે તેવું પ્રમુખ અને કોન્ટ્રાક્ટરે જણાવેલ હતું આ રેલીને સફળ બનાવવા મયુરભાઈ પાટડીયા, હિતેષભાઇ બારૈયા,વી.જી.મારૂ, અરૂણભાઇ વાઘેલા, રાજીવભાઈ પેઈન્ટર, ભીખાભાઈ પાટડીયા, રાજેશભાઈ પાટડીયા, રમણીકભાઇ પરમાર,સુજલભાઈ પરમાર સહિતના ઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ રેલીમાં સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ અને બહેનો સૌ મોટી સંખ્યા રેલીમાં જોડાયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.