હિંમતનગર રેક ક્રોસ સોસાયટી દ્રારા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઇ - At This Time

હિંમતનગર રેક ક્રોસ સોસાયટી દ્રારા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઇ


હિંમતનગર રેક ક્રોસ સોસાયટી દ્રારા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઇ
*********
૨૫થી વધુ વખત રક્તદાન કરનાર રક્ત દાતાઓનું સન્માન કરાયું હતું.
********
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર રેક ક્રોસ સોસાયટી દ્રારા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે રક્ત દાતાઓનો સન્માન કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડો. રાજેશ ગોપાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ૨૫થી વધુ વખત રક્તદાન કરી અનેક લોકોને નવ જીવન અર્પનાર રક્ત દાતાઓનું સન્માન કરાયું હતું. આ રક્તદાતાઓમાં શહેરના જાણીતા ડો. પુજારા, ડો. મયંક પટેલ, ડો. ઝેડ.એ. મેમણ, કલ્પીત દવે, શ્રીપાલ શાહ, શ્રેણીક શાહ, સામાજિક કાર્યક્ર ગોપાલસિંહ રાઠોડ, રાકેશ પટેલ, સંદિપ ગોસ્વામી, મિતુલ વ્યાસ, સુશિલ પટેલ, પ્રણવસિંહ રાઠોડ, પિયુષ ઠક્કર, દિનેશ ખત્રી, જિલ્લાના પત્રકાર શ્રી હસમુખ પટેલ તેમજ આશ્ર્લેશ પંડ્યા જેવા રક્તાદાતાઓનો સમાવેશ થાય છે.
આ સન્માન કાર્યક્ર્મમાં રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ડો. ભુપેન્દ્ર શાહ, ડો ગોપલાણી, ડો. કૌશિક શાહ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.સુતરીયા તેમજ અન્ય ડોકટરો અને રક્તદાતા ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.