મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં સુકારો આવતાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો
*મુળી પંથકમાં સુકારો આવતાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો*
*સુકારો આવતાં અને ઉતારો ઘટતાં ખેડૂતો બન્યા ચિંતિત*
મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં વરસાદી વાતાવરણ વચ્ચે અને ભેજવાળું વાતાવરણ વચ્ચે કપાસ નાં પાકમાં ઉતારા માં મોટાપ્રમાણમાં ઘટ આવી રહી છે ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે ગતવર્ષે કરતાં સુકારા નો રોગ આવતાં કપાસના તમામ છોડ સુકાઈ રહ્યા છે અને ખાખરી ને પાંદડા પણ નીચે આવી ગયા છે ત્યારે કપાસ નો પુર્ણ વિકાસ થયો નથી તેનાં કારણે જીંડવા નાં કદ અતિ નાના બન્યાં છે તે પણ એક કારણ હોય તેમ ખેડૂતો એ જણાવ્યું હતું આ સુકારા સામે કોઈ રોગ પ્રતિકારક દવા છંટકાવ ન હોય માટે જગતતાત ચિંતિત બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મુળી પંથકમાં કપાસનું વાવેતર આગોતરું મે-જુન માં કરવામાં આવે છે આ વર્ષે વાતાવરણમાં અચાનક પલટો આવતાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.