પૂર્વ સાળાએ યુવકને ચોથા માળેથી ધક્કો મારી પછાડી મોતને ઘાટ ઉતાર્યો
પ્રેમલગ્ન બાદ પાંચ વર્ષથી છૂટાછેડા થઇ ગયા હતા.
લાશ ઓળખવાનો પણ કલાકો સુધી પૂર્વ સાસરિયાંએ ઇનકાર કર્યો’તો.
રૈયાધાર વિસ્તારમાં આવેલા બાર માળિયા ક્વાર્ટર્સના કમ્પાઉન્ડમાંથી શનિવારે રાત્રે યુવકની લાશ મળી આવી હતી, પોલીસે તપાસ કરતાં રૈયાધાર વિસ્તારનો જ રિક્ષાચાલક યુવક તેની પૂર્વ પત્ની પાસે રહેલા પોતાના પુત્રને મળવા જતાં પૂર્વ સાળાએ માથાકૂટ કરી યુવકને ચોથા માળેથી ધક્કો મારી પછાડી દઇ મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.