સાંસદ શ્રી દિપસિંહ રાઠોડએ ગાબટ,ગોતાપુર અને પ્રાંતવેલ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.
અરવલ્લી જિલ્લા ના સાંસદ દિપસિંહ રાઠોડએ ગાબટ,ગોતાપુર અને પ્રાંતવેલ પ્રાથમિક શાળા ખાતે હાજર રહી બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો.
બાળકોને પ્રોત્સાહન આપતા તેમને જણાવ્યું કે બાળકો શાળામાંથી ડ્રોપ આઉટ ના થાય અને ભણતર પૂરું કરે તેના માટે જવાબદારી સમાજ અને આપણી છે. શિક્ષણનું સંસ્કાર આપીને નવું જીવન ઘડતર અને વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણનું કામ આપણે કરી રહ્યા છીએ. દેશનું ભવિષ્ય અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવાની શરૂયાત આપણે કરી રહ્યા છીએ. સારા સમાજ ઘડતર અને આવનારી પેઢીને નવી રાહ ચીંધવાનો એકજ ઉપાય શિક્ષણ છે.શાળામાં આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષરોપણ કરવામાં આવ્યું. મંત્રી શ્રી દ્વારા શાળાના વિકાસ અને બાળકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે શાળાની કમિટી સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા શાળાઓમાં હાજરી આપી બાળકોની પ્રવેશોત્સવ કરાવાયો. આ કાર્યક્રમથી બાળકોને શાળાએ આવવા ,ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.