બોટાદના રોજગારવાંચ્છુક યુવાનોને શિલ્પકળા કારીગર તરીકે કારકિર્દી બનાવવાની અમુલ્ય તક
૪ જાન્યુઆરીએ બરવાળાની આઇ.ટી.આઇ તેમજ જુના નાવડા માધ્યમિક શાળા ખાતે શિલ્પકળા ક્ષેત્રે માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાશે
સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના તેમજ જુના નાવડા ગામના યુવાનો શિલ્પકળા ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે અને સ્વ રોજગારી મેળવી શકે તે હેતુસર ધો.૧૦ પાસ લાયકાત અને ૧૬ થી ૨૮ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો માટે આગામી તા.૦૪/૦૧/૨૦૨૩ ના રોજ બરવાળાની આઇ.ટી.આઇ. ખાતે સવારે ૧૧:૩૦ ક્લાકે તેમજ જુના નાવડા માધ્યમિક શાળા ખાતે બપોરે ૩:૦૦ ક્લાકે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ધ્રાંગધ્રા દ્વારા સ્વાવલંબી અને સર્જનાત્મક પથ્થર કળા/શિલ્પ કળા સર્જક બનવા માટેનો શિલ્પકળા ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શનલક્ષી નિઃશુલ્ક નિવાસી શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ યોજાશે.
જેમાં બોટાદ જિલ્લાનાં રસ ધરાવતા યુવાનો અને તેમના વાલીઓને જાણકારી આપવા ઇન્સ્ટીટયુટની ટીમ ખાસ ઉપસ્થિત રહેશે. તેમ, ઇન્ચાર્જ જિલ્લા રોજગારી અધિકારી એમ.બી.પ્રજાપતિ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.