સુરેન્દ્રનગર નિર્ધાર સંસ્થાના કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રના લાભાર્થીને પ્રમાણ પત્ર વિતરણ કરાયા. - At This Time

સુરેન્દ્રનગર નિર્ધાર સંસ્થાના કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રના લાભાર્થીને પ્રમાણ પત્ર વિતરણ કરાયા.


ખમીરવંતી ઝાલાવાડી ધરતીના સુરેન્દ્રનગર શહેર ખાતે છેલ્લા 24 વર્ષથી વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રાધેશ્યામ કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રની તૃતીય બેન્ચના 25 લાભાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ જાણીતા શિક્ષણ વિદ શ્રીમતી રૂપાબેન અનિલભાઈ દવેના પ્રમુખ સ્થાને યોજાયો હતો કાર્યક્રમનુ દિપ પ્રાગટ્ય જાણીતા ડો અલ્પેશ ગોહિલ, ડો નિહર ગેડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કિરણભાઈ ત્રિવેદી, રક્ષાબેન દવે, મધુસુદન ભાઈ દવે, ભાવેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા સી.સી.સી તથા ટેલીનીત્રી માસિક તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને પ્રથમ, દ્રિતીય,તૃતીય ઇનામો અપાયા હતા આ તાલીમ કેન્દ્રમાં વિધવા મહિલા ઓ તથા તેમની પુત્રીઓ તથા રીક્ષા ચાલક, શ્રમ જીવી ભાઈઓ, ફેરી કરનાર શાકભાજી કરનાર કડિયાકામ કરનાર પરિવારની બહેનોને ટોકન ફીમાં વૈજ્ઞાનિક ઢબે કુશળ માસ્ટર મહિલા દ્વારા તાલીમ અપાઈ છે પ્રસ્તુત કાર્યક્રમનુ સંચાલન સંસ્થાપક રાજેશ રાવલે કર્યું હતું કાર્યક્રમની સફળતા માટે આનંદ રાવલ નિર્ધાર ટિમના બહેનોએ જહેમત ઉઠાવી હતી આમ નિર્ધાર દ્વારા એક વિશેષ સેવા પુષ્પ સમાજને અર્પણ કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.