ફાગણ પૂર્ણિમા પ્રસંગે હરેશભાઈ ભટ્ટ નું અભિવાદન કરવામાં આવ્યું.... - At This Time

ફાગણ પૂર્ણિમા પ્રસંગે હરેશભાઈ ભટ્ટ નું અભિવાદન કરવામાં આવ્યું….


ફાગણ પૂર્ણિમા પ્રસંગે હરેશભાઈ ભટ્ટ નું અભિવાદન કરવામાં આવ્યું....

ભાવનગર હરેશભાઈ એ ધોરણ ૧ થી ૯ સુધીનો અભ્યાસ શિશુવિહાર શાળા માં સંપન્ન કર્યો. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર માં ૪૦ વર્ષ બી. કોમ.એલ.એલબી ની પદવી મેળવી ને સેવાઓ આપી નિવૃત્ત બાદ હાલ તેઓ કેમિકલ સપ્લાય ના વ્યવસાય માં સક્રિય છે..કિશોર અવસ્થા થી જ તેમણે સામાજિક પ્રવૃત્તિ માં ઊંડા રસ રુચિ શાળા માં સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિ માં ઉત્સાહ દાખવતા..અત્યારે સમાજ સેવાના કાર્યો કરતી રોટરી કલબ ભાવનગર , રાઉન્ડ ટાઉન સાથે સંલગ્ન છે હરેશભાઈ રોટરી રાઉન્ડ ટાઉન ના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે..રોટરી ઇન્ટરનેશનલ ના માધ્યમ થી તેમણે અનેકવિધ આયોજનો કર્યા છે..મેગા મેડિકલ કેમ્પ , કોવિડ સ્થિતિમાં જરૂરિયાત વાળા પરિવારોને અનાજ , શાળા ના બાળકોને નોટબુક , સ્વેટર તેમજ રેઇન કોટ ઇત્યાદિ સેવા પ્રકલ્પો યોજાયા છે...શહેર માં સેવાકીય પ્રવુત્તિ કરતા મહાનુભાવોને વોકેશનલ એવોર્ડ પ્રચલિત કરનાર હરેશભાઈ આજે પણ તેઓ અનેકવિધ સમાજસેવાના કાર્યો માં યોગદાન આપી રહ્યા છે..જે નોંધનીય બને છે...બાલમંદિર થી ક્રીડાંગણ અને સ્કાઉટ ની તાલીમ લેનાર શિશુવિહાર પરિવાર ના આત્મીય સભ્ય હરેશભાઈ નું સ્વ.શ્રી મહાશ્વેતા બહેન ત્રિપાઠી એવોર્ડ થી સંસ્થા ના પ્રમુખ રાજેન્દ્ર ભાઈ દવે ના વરદ હસ્તે તા.૨૪ માર્ચ ફાગણ પૂર્ણિમા પ્રસંગે અભિવાદન કરવામાં આવ્યું હતું જે ક્રીડાંગણ માટે ગર્વ રૂપ બને છે...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.