ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માનતા પુરી કરવા 55 કિલોમીટર પગપાળા યાત્રા કરી
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માનતા પુરી કરવા 55 કિલોમીટર પગપાળા યાત્રા કરી
વાવ કાંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પગપાળા યાત્રા કરી જેમાં આવતી કાલે 55 કિલોમીટરની પગપાળા યાત્રા ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે પહોંચે
બનાસકાંઠા જિલ્લાના વાવના કાંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા ગૌ માતામાં લંમ્પી નામનો વાયરસ આવતા ગૌમાતાઓ પીડામાં હતી ત્યારે આ લંમ્પી નામનો વાયરસ નાબૂદ થાય તેમાટે ભાભર ઢીમા ધરણીધર ભગવાનના પગપાળા યાત્રા કરી ને દશૅન કરવાની માનતા રાખી હતી ત્યારે જોકે હવે લંમ્પી નામનો વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થતાં ગેનીબેન ઠાકોરે પોતાની માનતા પૂરી કરવા પગપાળા યાત્રા કરી ઢીમા ધરણીધર ભગવાનના મંદિર સુધી ચાલતા સંઘ સાથે પગપાળા યાત્રા કરી હતી જેમાં કાંગ્રેસ પાટીૅના કાયૅકરો લોકો સહિત ગૌ ભક્તો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા
થોડા સમય પહેલા લંમ્પી નામનો વાયરસ આવતા ગૌમાતાઓ પીડામાં મુકાઈ હતી અને અનેક ગૌ વંશના મુત્યુ થયા હતા જ્યારે અને ગાયો લંમ્પી વાયરસ ના ભરડામાં આવી તેમની હાલત દયનીય બની હતી ત્યારે લંમ્પી વાયરસ ના ભરડામાં આવતા ગાયોની હાલત ગંભીર બની ગઇ હતી ત્યારે ગૌ ભક્તો અને સેવા ભાવી લોકો દ્વારા તેમની સારવાર કરી ગાયોને બચાવવાના પ્રયાસો કર્યા હતા
ત્યારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે તે સમયે એક ગૌશાળાની મુલાકાત લિધી હતી જ્યારે લંમ્પી ગ્રસ્ત ગાયોને જોઈને તેમનુ હ્દય દ્રવી ઊઠયું હતું ત્યારે જો લંમ્પી વાયરસ નાબૂદ થઇ જશે તો તેમના વતનથી ઢીમા ધરણીધર ભગવાનના મંદિર સુધી ચાલતા જવાની માનતા માની હતી જ્યારે 55 કિલોમીટર પગપાળા યાત્રા કરી ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરી ધજા ચડવાની માનતા માની હતી જે આજે પગપાળા સંઘ દ્વારા માનતા પૂરી કરવા પગપાળા યાત્રા ઢીમા સુધી યોજવામાં આવી છે
રીપોર્ટ એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.