મતદારયાદી સુધારણા કાર્યક્રમ - At This Time

મતદારયાદી સુધારણા કાર્યક્રમ


બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ
અંતર્ગત કુલ- ૧૦,૮૫૨ લોકોની નોંધણી થઈ

૧૮ થી ૧૯ વર્ષની વયજૂથમાં ૫,૭૯૭ નવા યુવા નાગરિકો નોંધાયા

જિલ્લામાં ૧,૧૫,૩૨૮ નાગરિકોએ ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યું

બોટાદ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત ૬૧૪ મતદાન મથક કેન્દ્રો ખાતેથી અત્યાર સુધીમાં કુલ-૧૦,૮૫૨ લોકોની નોંધણી થઈ છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં-૫,૭૯૭ નવા યુવા નાગરિકોએ મતદાર તરીકે પોતાના અધિકારનો ઉપયોગ કરવા ઉત્સાહ દાખવી પોતાની નામ નોંધણી કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ચાર રવિવાર દરમિયાન મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ હેઠળ કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે ૨૧ ઓગસ્ટ, ૨૮ ઓગસ્ટ, ૪ સપ્ટેમ્બર તેમજ ૧૧ સપ્ટેમ્બરનાં દિવસે બોટાદ જિલ્લાનાં ૬૧૪ મતદાન મથક કેન્દ્રો ખાતે બૂથ લેવલ ઓફિસર્સએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ નવાં નામોની નોંધણી, નામ કમી કરાવવા, નામ-સરનામાં સુધારવા, ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવા સહિતની કામગીરી કરી હતી
મહત્વનું છે કે, તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકે છે. વધુમાં અત્યાર સુધી જિલ્લામાં-૧,૧૫,૩૨૮ નાગરિકોએ ચૂંટણીકાર્ડ સાથે તેમનાં આધારકાર્ડ લીંક કર્યા છે.
આ ઝુંબેશને સફળ બનાવવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહે તમામ નાગરિકો તથા આ ઝુંબેશ સાથે જોડાયેલાં તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.