રાજકોટની યુવતીને જેતપુર લઇ જઈ દંપતીએ લોહીના વેપારમાં ધકેલી દીધી: ચકચાર
રાજકોટની એક યુવતીને નોકરી અપાવી દેવાના બહાને જેતપુર લઇ જઇ દુષ્કર્મ આચરી દંપત્તીએ બળજરીથી લોહીના વેપારમાં ધકેલી દીધી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. પોલીસે દંપત્તી સામે બળાત્કાર અને લોહીનો વેપાર કરવાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી પોલીસે દંપત્તીની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ પર આવેલા દેવનગરમાં રહેતી યુવતી મોલમાં ગઇ હતી ત્યારે આશિષ દિનેશ મારડીયાને મળી હતી. ત્યારે પોતાને નોકરીની જરૂર હોવાનું કહેતા નોકરી અપાવી દેશે તેમ જણાવી મોબાઇલ નંબર લીધા હતા.આશિષ મારડીયા અને તેની પત્ની અલ્પાબેને મારડીયાએ યુવતી સાથે મોબાઇલમાં વાત કરી જેતપુરના રવેચી હોટલ પાસે પોતે એ.બી.સ્પા ચલાવે છે ત્યાં નોકરીએ આવી જવાનું કહેતા યુવતી જેતપુર ગઇ હતી.
યુવતીનો મજબુરીનો લાભ લઇ સૌ પ્રથમ આશિષ દિનેશ મારડીયાએ પોતાની પત્ની અલ્પાની મદદથી દુષ્કર્મ આચર્યા બાદ જુદા જુદા ગ્રાહકો સાથે પણ શરીર સંબંધ બાંધવાની ફરજ પાડવામાં આવી હતી.આશિષ મારડીયા અને તેની પત્ની અલ્પા મારડીયાએ યુવતીને નોકરીની લાલચ દઇ લોહીના વેપારમાં ધકેલી દીધા અંગેની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આશિષ મારડીયા અને અલ્પાબેન મારડીયા સામે દુષ્કર્મ આચરવા અને દેહના સોદા કરાવવાની ફરજ પાડવામાં આવતી હોવા અંગેનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.