વન્દે માતરમ પાછળ ખીચા કાતરમ મેઇક ઇન ઇન્ડિયા- વોકલ ફોર ઇન્ડિયાનો પરપોટો ફૂટ્યો
વન્દે માતરમ પાછળ ખીચા કાતરમ
મેઇક ઇન ઇન્ડિયા- વોકલ ફોર ઇન્ડિયાનો પરપોટો ફૂટ્યો
થેલી પર માર્કો 'ઈફ્કો'નો પણ અંદરનું ખાતર ચીન, રશિયા, ઓમાનનું આયાતી
ગુજરાત માં રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે ખેડૂતો ખાતર મેળવવા ફાંફા મારી રહ્યા છે. ખાતરનો પુરવઠો પુરો પાડવામાં ઇફકો સહિતની કંપનીઓ જાણે અસમથ પુરવાર થઈ રહી છે હોય તેવુ લાગી રહ્યુ છે. ખાતરની અછતને પહોંચી વળવા ચીન,
પાંચ વર્ષમાં ૨૪૯ લાખ મે.ટન DAP, ૩૭ લાખ મે.ટન NPK, ૨૦૫ લાખ મે.ટન MOP ખાતર આયાત કરાયું
રવિ સિઝનમાં ઘઉં, જુવાર, રાયડો, જીરૂ, ધાણાં, શાકભાજી, ડુંગળી, લસણ સહિતના પાકોની વાવણીના સમયે જ ખાતરની ખેંચ વર્તાઈ રહી છે. નાના- મધ્યમ કક્ષાના ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ખાતરની મોટા પાયે તંગી વર્તાઇ રહી છે. શિયાળુ વાવેવર વખતે જ ખાતરની બેગ પર રૂા,૧૨૫નો ભાવ વધારો થયો છે પરિણામે ખેડૂતોની પડયા પર પાટુ જેવી દશા થઈ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ખેડૂતોએ ૨૧.૯૦ લાખ મે.ટન યુરિયા, પ લાખ મે.ટન ડીએપી, ૧.૦૯ લાખ મે.ટન એમઓપી અને ૬.૬૯ લાખ મે.ટન એનપીકે ખાતરનો વપરાશ કર્યો હતો. રાજ્યમાં રાસાયણિક ખાતરનો સનમાઈકા-રેકઝીનની ફેકટરીઓમાં ધૂમ વપરાશ ઉદ્યોગો માંય રાસાયણિક ખાતરનો વપરાશ થઈ રહ્યો છે. ઉદ્યોગોમાં વપરાતાં રાસાયણિક ખાતર કિલો રૂા.૩૮થી ૪૫ના ભાવે વેચાઇ રહ્યુ છે પણ ખેડૂતોને આ જ રાસાયણિક ખાતર કિલો દીઠ રૂા.૯-૧૦માં મળી રહે છે આ કારણોસર ખેડૂતોને અપાતુ સબસિડીયુક્ત ખાતર બારોબાર ઉદ્યોગોમાં પહોચે છે. કૃષિ વિભાગ અને કવોલિટી કંટ્રોલ અધિકારીઓ આ મામલે જાણીબૂઝીને અજાણ રહે છે પરિણામે રાસાયણિક ખાતરની એટલી જ ડિમાન્ડ રહી છે. આ મામલે કૃષિ વિભાગને રજૂઆતો પણ થઇ છે.
રશિયા, ઓમાન અને મોરોક્કોમાંથી રાસાયણિક ખાતર મંગાવવુ પડ્યું છે. આમસ મેઇક ઈન્ડિયા અને વોકલ ફોલ ઇન્ડિયાનો પરપોટો ફુટ્યો છે. હાલ ગુજરાતમાં મેઇડ ઇન ચાઇના, મેઈડ ઈન રશિયા લખેલુ રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. જોકે, મજાની વાત તો એછેકે, ગુજરાતના ખેડૂતો આ બાબતે બિલકુલ અજાણ છે.
ખાતર મંગાવવુ પડે છે. ખેડૂત અગ્રણીઓનું કહેવુ છેકે, ઈફકોની ખાતરની થેલી પર ઉદગમ દેશ તરીકે ચાઇના જ નહીં, રશિયા, ઓમાન લખેલુ છે. આનો અર્થ એકે, વિદેશથી ખાતર મંગાવાય છે. ગુજરાતમાં લિંબડી- સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં રશિયા લખેલુ ખાતર વેચાઈ રહ્યુ છે જયારે વાંકાનેર સહિતના વિસ્તારોમાં ચાઈના લખેલુ ઇફકો ખાતરનુ વેચાણ થઇ રહ્યુ છે.પ્રતિ હેક્ટર ૮.૨૯૦ કીગ્રા રાસાયણિક ખાતરનો સરેરાશ ઉપયોગ છે.હવે ભારતમાં ખાતરની ખેંચને પહોંચી વળી શકાય તેટલુ ખાતરનુ ઉત્પાદન શક્ય નથી. આ જોતાં વિદેશથી ખેડૂતો એવો સવાલ કરી રહ્યા છેકે, યુક્રેન સાથે યુધ્ધ ચાલી રહ્યુ છે તેમ છતાંય રશિયા ભારતને રાસાયણિક ખાતર પહોચાડી રહ્યુ છે તો પછી ભારતની કંપનીઓ કેમ ખાતરના ઉત્પાદન માટે સક્ષમ નથી. જોકે, વિદેશથી આવતા ખાતરમાં ય ૪૬ ટકા નાઈટ્રોજન હોય છે એટલે વપરાશમાં કોઇ વાંધો નથી પણ ખાતરની માંગ વધી છે ત્યારે ઈમ્પોર્ટેડ ખાતર ખેડૂતોને પહોંચાડવામાં આવી રહ્યુ છે
છેલ્લાં પાંચ વર્ષમાં જ ૨૪૯ લાખ મે.ટન ડીએપી, ૩૭ લાખ મે.ટન એનપીકે અને ૨૦૫ લાખ મે.ટન એમઓપી ખાતર વિદેશમાંથી મંગાવવામાં આવ્યુ છે. આમ, આત્મનિર્ભર ભારતના દાવાઓનો રીતસર ફિયાસ્કો થયો છે.આમાં વોકલ ફોલ લોકલ ક્યાં ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.