માળીયા હાટીના ના બોડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા સ્મશાન ગૃહ ખાતે એક નવીનતમ પહેલ સરુ કરવામાં આવેલ અન્ય લોકોને પ્રેરણાસ્રોત મળી રહેશે
માળીયા હાટીના ના બોડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા એક નવીનતમ પહેલ શરૂ કરી
સ્મશાન ગૃહનું રિનોવેશન બાદ ગ્રામજનો દ્વારા સત્ય નારાયણ ની કથા બટુક ભોજન સહિત કાર્યક્રમો યોજાયા
માળીયાહાટીના તાલુકાનું અને મેંદરડા પાસે આવેલ બોડી ગામે સ્મશાન ભૂમિમાં સત્યનારાયણ કથાનું આયોજન કરેલ જેમાં ગામના તમામ ભાઈઓ બહેનો બાળકો વૃદ્ધો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને પ્રસાદ સાથે ગરમા ગરમ વણેલા ગાંઠિયા બટુક ભોજન અને ગ્રામજનો ને નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજના ટેકનોલોજીના સમયમાં લોકોમાં રહેલ અંધશ્રદ્ધા વહેમ કુરિવાજ જોવા મળી રહ્યા છે ત્યારે તેનાથી લોકો દૂર રહે અને સ્મશાનને મહાદેવનું પવિત્ર સ્થાન સમજીને તેનો પણ સમાયાંન્તરે વિકાસ થાય અને લોકોમાં આનંદ અને ખુશી છવાય તેવા હેતુથી લોકો સ્મશાન ગૃહની મુલાકાત લઇ બાળકો સાથે બેસી બાળકોને સમજણ આપે તેવા સંકલ્પ સાથે ગ્રામજનો આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવેલ ત્યારે આ સંપૂર્ણ આયોજન ગામના યુવાનો દ્વારા સખત મહેનત કરી આયોજન કરવામાં આવેલ જે એક ઉદાહરણરૂપ સ્મશાન જોઈ અન્ય ગામના લોકો ને પ્રેરણા સ્ત્રોત મળી રહે તેવું એક ઉદાહરણ બેસાડવામાં આવેલ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.