રાજકોટ: પાણી મુદ્દે મનપા જનરલ બોર્ડમાં મહિલાઓ અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા - At This Time

રાજકોટ: પાણી મુદ્દે મનપા જનરલ બોર્ડમાં મહિલાઓ અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા


રાજકોટ મનપાની આજ રોજ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાણી પ્રશ્નેને મહિલાઓએ જનરલબોર્ડમાં જ હલ્લાબોલ કર્યો હતો, મહિલાઓ દ્વારા પાણી મુદ્દે વિરોધ પ્રદશન કરતા સમગ્ર વિસ્તરમાં ગરમાવો ફેલાયો હતો ત્યારે કોર્પોરેશનનો દરવાજો બંધ કરવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર RMC જનરલ બોર્ડ દરમિયાન રાજકોટમાં આજ રોજ મનપા કચેરી ખાતે પાણીનો પોકાર ઉઠ્યો હતો. પાણીની માંગ સાથે માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ્, પરાશર પાર્ક સહિતની સોસાયટીની મહિલાઓ રણચંડી બનીને મનપા ખાતે પહોંચી હતી અને પાણી આપો પાણી આપોની માંગ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પાણી મુદ્દે બબાલ કરીને વિરોધ પ્રદશર્ન કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેશનનો દરવાજો બંધ કરવાની ફરજ પડી હતી.
એક તરફથી મનપા દ્વારા ભર ઉનાળે આજી 1 ડેમ છલકાવવાની વાતો કરવામાં આવે છે બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની પાઇપ લાઇન હજુ પણ નાંખવામાં આવી નથી. ત્યારે જીલ્લાના વોર્ડ નંબર ૩ મહિલાઓએ કહ્યું પાણીના ટેન્કર નહીં પાણીની લાઈન આપો. સાથે કોર્પોરેટર બાબુ ઉંઘરેજાને મહિલાઓએ ઉધડો લીધો હતો. દરમિયાન મહિલાઓ અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.