ચાર મહિનાથી 12 પાસ બોગસ ડોકટર ભગવતી સોસાયટીમાં દવાખાનુ ચલાવતો’તો - At This Time

ચાર મહિનાથી 12 પાસ બોગસ ડોકટર ભગવતી સોસાયટીમાં દવાખાનુ ચલાવતો’તો


શહેરમાં ડીગ્રી વગરના તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ છાસવારે પોલીસના હાથમાં બોગસ તબીબો પકડાય રહ્યા છે. ત્યારે એસઓજીની ટીમે દૂધસાગર રોડ પર ભગવતી સોસાયટીમાંથી વધુ એક ડીગ્રી વગરના 12 પાસ બોગસ તબીબને તબોચી તેની પાસેથી એલોપેથીક દવાઓ અને સાધનો મળી કુલ રૂા.13,197નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ એસઓજી પીઆઇ જે.એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ વી.પી. ગોહેલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના એએસઆઇ ફીરોઝ શેખ, હે.કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, મુકેશ ડાંગરને દુધ સાગર રોડ પર ભગવતી સોસાયટીમાં આવેલ સિદીક મસ્જીદવાળી શેરીમાં મેડીકલ ડીગ્રી વગર એક શખ્સ દવાખાનુ ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ત્યાં હાજર મહમદ ફારુક જનમામદ બ્લોચ (ઉ.વ. 53, રહે. બજરંગવાડી, રાજીવનગર શેરી નં. 5)ની અટક કરી તેની પાસે મેડીકલ, સર્ટીફીકેટ હોવા અંગે પૂછતાછ કરતાં પોતે મેડીકલ ડીગ્રી વગર દવાખાનુ ચલાવતો હોવાની કબૂલાત આપતા એસઓજીની ટીમે આરોપીની ધરપકડ કરી એલોપેથીક દવાઓ, હોસ્પીટલના સાધનો સહિતનો મુદામાલ મળી રુા. 13197નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પૂછતાછમાં આરોપી છેલ્લા ચાર મહિનાથી દવાખાનુ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તેમજ અગાઉ પણ વર્ષ 2011માં દુધસાગર રોડ પરથી જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.