રાજકોટ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેનાર ઇસમને પકડી પાડતી એ-ડીવીઝન. - At This Time

રાજકોટ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેનાર ઇસમને પકડી પાડતી એ-ડીવીઝન.


રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમા આમ જનતાને કેટલાક લોકો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકો સાથે બળજબરી પુર્વક નાણા પડાવતા હોય આવા તત્વોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે આધારે તા.૨/૧/૨૦૨૫ ના રોજ એક ફરીયાદી પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે ગઈ તા.૩૦/૧૨/૨૦૨૪ ના સાંજના પ વાગ્યે બસ સ્ટેન્ડ પાછળ આવેલ મુન હોટેલમાં પોતાની ફ્રેન્ડને લઇને ગયેલ હતો અને હોટેલમાંથી નીચે ઉતરતા ત્યારે ફરીયાદીને એક અજાણ્યા માણસે પોતે ક્રાઇમ બ્રાંચ પોલીસ વાળો છું તેમ જણાવી રાજય સેવકની ખોટી ઓળખ આપી ફરીયાદીને કહેલ કે તમે મુન હોટલમાં છોકરી સાથે ખરાબ કામ કરવા માટે ગયેલ છો તો તમને પોલીસ સ્ટેશન લઇ જઇ ગુન્હો દાખલ કરીશ અને બદનામ કરીશ તેમ કહી ફરીયાદીને ધમકાવી ડરાવીને બળજબરી પુર્વક રૂ.૩૧,૦૦૦ પડાવી નાશી ગયેલ હોવાનુ ફરીયાદી જણાવતા હોય જે આધારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૮(૨),૨૦૪, મુજબની ફરીયાદ લઈ ગુન્હો દાખલ કરી ઉપરી અધીકારીઓના માર્ગદર્શન અને સુચના મુજબ બનાવની ગંભીરતા ધ્યાને લઇ નકલી પોલીસની ઓળખ આપનાર ઈસમને શોધી કાઢવા P.I આર.જી.બારોટ નાઓની સુચનાથી ડી-સ્ટાફના માણસોના બાતમીદારો દ્રારા તથા તેના વાયરલ થયેલ વીડીયો આધારે ઇસમની તપાસ કરતા સાથેના એમ.વી.લુવા, ધારાભાઈ વાનરીયા નાઓને મળેલ બાતમી આધારે શકમંદ ઇસમ ગોંડલ રોડ સુર્યકાંત હોટલ પાસેથી મળી આવતા તેની પુછપરછમા આ ગુન્હાની પોતે કબુલાત આપતો હોય તેની પાસેથી રોકડ રૂપિયા ૩૧,૦૦૦ રીકવર થયેલ હોય જેના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. મિહિરભાઈ ભાનુભાઈ કુગસીયા રહે.પોપટપરા રામજી મંદીરની પાસે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.