ગેરકાયદેસર નળ કનેક્શન લઈ લેતાં આરએમસીએ કાર્યવાહી કરી: થોરાળા પોલીસે સરકારી સંપતિને નુકશાન પહોંચાડયાની કલમ હેઠળ ગુનો નોંધ્યો
રાજકોટ મહાનગર પાલિકામાં નવા નવા કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે સમાકાંઠાના બાહુબલીઓએ લોકોના મોઢામાંથી પાણી છીનવી ગેરકાયદેસર નળ કનેક્શન લઈ લીધાનો ઘટસ્ફોટ થયો હતો. સંતકબીર રોડ પર આવેલ મચ્છુ ડેરી અને જે.કે. નમકીનના સંચાલકોએ ગેરકાયદેસર નળ કનેક્શન લઈ લેતાં આરએમસીએ કાર્યવાહી કરી થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવમાં ગુનેગારો કોર્પોરેટરના નજીકના હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
બનાવ અંગે આજીડેમ ચોકડી પાસે એટીવી હોટલની પાછળ રહેતાં અને આર.એમ.સી.ના પુર્વ ઝોન વોર્ડ નં-6 મા વોટર વર્ક્સ શાખામા અધીક મદદનીશ એન્જીનીયર હેતલકુમાર લીલાધરભાઇ સગારકા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મચ્છુ ડેરીના સંચાલક અને જે.કે.નમકીન એન્ડ સ્વીટના સંચાલકનું નામ આપ્યું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આર.એમ.સી.માં અધીક મદદનીશ એન્જીનીયર તરીકે છેલ્લા દોઢેક વર્ષથી નોકરી કરે છે અને ગઈ તા.11 ના સાંજના સમયે રાજકોટ મહાનગર પાલીકાના સીટી એન્જીનીયર પરેશભાઇ ડી.અઢીયા એ જાણ કરેલ કે, સંતકબીર રોડ ઉપર આર.એમ.સી.ની 350 એમ.એમ. વ્યાસની મુખ્ય પાણીની પાઇપ લાઇનમા ગેરકાયદેસર કનેક્શન હોવાની ફરીયાદ આવે છે.
જેના લીધે ત્યા વોર્ડમા રહેતા લોકોને પાણી ઓછુ મળે છે. જેથી સ્થળ ઉપર જઈ અને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપતાં તેઓ ગઈકાલે સવારના અન્ય સ્ટાફ અને મજૂરો સાથે સંતકબીર રોડ ઉપર આવેલ પાણીની પાઇપ લાઇન જે 350 એમ.એમ.ની મુખ્ય પાઇપ લાઇન છે જે લાઇનનુ પાણી મહાનગર પાલીકા વોર્ડ નં-6 મા આવતા રહેણાક મકાનોમા પાણી જાઇ છે. જે તપાસ કરતા સંતકબીરોડ ઉપર આવેલ મચ્છુ ડેરીની બાજુમા મુખ્ય પાઇપલાઇન ચેક કરતા જે પાઇપ લાઇનમાંથી ફેરફાર કરી એક ગેરકાયદેસરનુ કનેક્શન મળેલ હતુ.
જે પાણીનુ ગેરકાયદેશર કનેક્શન વાળી પાણીની પાઇપલાઇન તપાસ કરતા પાણીની પાઇપમાથી એક કનેક્શન મચ્છુડેરીમાં તથા એક કનેક્શન જે.કે. નમકીન એન્ડ સ્વીટમા જતું હોવાનુ જોવામા આવેલ બાદ કનેક્શન કપાત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. તેમજ મચ્છુ ડેરીના સંચાલક અને જે.કે નમકીન એન્ડ સ્વીટના સંચાલકોએ પોતે માણસોને જરૂરીયાતના ઉપયોગમા લેવામાં આવતા પાણી પુરવઠામા ઘટાડો થવાનો સંભવ હોવાનુ જાણતા હોય છતા પોતાના અંગત ઉપયોગ માટે મહાનગર પાલીકાની પાઇલ લાઇનમા ગેરકાયદેસર કનેક્શન લીધેલ હોય જેથી બંને સંચાલકો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગેરકાયદેસર નળ કનેક્શન લેનાર બંને સંચાલકો વિરૂદ્ધ સરકારી સંપતિને નુકશાન પહોંચાડવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.