સાબરકાંઠા જિલ્લામાં તા. ૨૬થી ૨૮ જૂન ત્રી- દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે - At This Time

સાબરકાંઠા જિલ્લામાં તા. ૨૬થી ૨૮ જૂન ત્રી- દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે


સાબરકાંઠા જિલ્લામાં તા. ૨૬થી ૨૮ જૂન ત્રી- દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે
********
કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ
*******
સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૬ જુન ૨૦૨૪ થી ત્રણ દિવસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જેના સુચારું આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષમાં અમલીકરણ સમિતિને બેઠક યોજાઇ હતી. આ સાથે રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં તા. ૨૬, ૨૭, ૨૮ જૂન ૨૦૨૪ ના રોજ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની તમામ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ૧૭૨૮ શાળાઓ જેમાં સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાશે. જેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ/ અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવશે.
આ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ધોરણ એકમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૪,૫૬૩ અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા ૧૬,૨૪૮ અને આંગણવાડીમાં ૭૭૯૦ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવશે. આ સાથે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ પાત્ર વિધાર્થીઓનુ નામાંકન કરાશે.
આ બેઠકની સાથે રાજ્યકક્ષાએ થી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાઈ રાજ્યની તમામ શાળાઓમાં વિધાર્થીઓનું નામાંકન થાય તેમજ સરકાર દ્રારા નવી શિક્ષણ સહાય જાહેર કરાઇ છે જેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છેવાડાના વિધાર્થી સુધી પહોંચાડવા હાકલ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર અને શિક્ષણ સચિવ શ્રી રાવ જોડાયા હતા.

આ બેઠકમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નીનામા, પોલીસ વડા શ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી મીતાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુર ઉપાધ્યાય તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.