ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની 21 એપ્રિલે ચૂંટણી યોજાશે મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ - At This Time

ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની 21 એપ્રિલે ચૂંટણી યોજાશે મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ


સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીરથધામ ગણાતું એવું ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી તારીખ સામે આવી છે 21 એપ્રિલ 2024 ના રોજ ચૂંટણી યોજાશે જેમાં 29,000 જેટલા મતદારો મતદાન કરશે જ્યારે મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે દર પાંચ વર્ષે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરી જીવનદાસજી સ્વામીએ મીડિયા ને માહિતી આપી બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે તારીખ 21 4 2024 ના રોજ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે જ્યારે ગઢડા ગોપીનાથજી મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી મંદિરના ગ્રાઉન્ડમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે 21 એપ્રિલે યોજનારી ટેમ્પલ બોર્ડની ચૂંટણી ગઢડા મંદિરના તેમજ લક્ષ્મીવાડીમાં મતદાન બૂથ તૈયાર કરાશે અને મતદાન યોજાશે જ્યારે 29000 જેટલા છે મતદારો મતદાર કરશે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે આ ચૂંટણીમાં ગ્રહસ્ત વિભાગના ચાર સભ્યો પાષદ વિભાગમાં એક સાધુ વિભાગમાં એક અને બ્રહ્મચારી વિભાગમાં એક મળી કુલ સાત સભ્યોનું બોર્ડ બનશે જ્યારે આ ચૂંટણી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે યોજાય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ગોપીનાથજી મંદિરમાં દેવ પક્ષ સત્તા પર છે તેમ ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઇ ચેરમેન હરીજીવનદાસજીએ માહિતી આપી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.