રામનાથપરામાં બહેન સાથે ઝઘડો કર્યા બાદ બનેવીએ યુવક પર કોયતાથી હુમલો કર્યો - At This Time

રામનાથપરામાં બહેન સાથે ઝઘડો કર્યા બાદ બનેવીએ યુવક પર કોયતાથી હુમલો કર્યો


રામનાથપરામાં બહેન સાથે ઝઘડો કર્યા બાદ બનેવીએ તેના સાળા પર કોયતાથી હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સ્થળે ફરીવાર આરોપી આવતાં પોલીસે તેની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
બનાવ અંગે રામનાથપરામાં હુસૈની ચોકમાં રહેતાં તનવીરભાઈ રઝાકભાઈ મોટલીયા (ઉ.વ.23)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાકીર હમીદ પઠાણ (રહે.રામનાથપરા હુસૈની ચોક શેરી નંબર-6)નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી 324,504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓની મોટી બહેન મદીનાબેનના લગ્ન સાકીરભાઈ પઠાણ સાથે થયેલ છે. ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યાના આપસપાસ તેમની બહેન તથા બનેવી સાકીરભાઈ તેમના ઘરે હતા ત્યારે તેની બહેન અને બનેવી વચ્ચે બોલાચાલી થતા તેમનો ભાઈ નાસીર વચ્ચે પડતા તેની સાથે પણ બનેવી સાકીરે બોલાચાલી કરેલ હતી અને બાદમા તે ત્યાંથી જતો રહેલ હતો.ત્યારે ફરિયાદી અને તેની માતા બહાર હતા અને તેઓ ઘરે આવતા બનાવની તેની બહેને વાત કરેલ હતી.
બાદમાં રાત્રીના તેઓ તેના ઘર પાસે શેરીમા ઉભેલ હતો ત્યારે સાકીર પોતાના હાથમા લોખંડનો કોયતો લઇને ગાળો બોલતો આવેલ અને થોડી વાર પહેલાં થયેલ માથાકૂટનો ખાર રાખી લોખંડના કોયતાનો એક ઘા હાથમાં ઝીંકી દેતાં ફરિયાદીને લોહી નીકળવા લાગ્યું હતું. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં સાકીર ત્યાંથી ભાગી ગયેલ હતો. બાદમાં તેમની બહેને 108 અને 100 નંબરમાં કોલ કરી પોલીસને જાણ કરી હતી. ફરિયાદીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને ત્યારે જ ફરીવાર આરોપી બનાવ સ્થળે આવતાં પોલીસે તેની ધરપકડ કરી પોલીસ મથકે લઈ જવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.