આડેસર પી.એચ.સી મા પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ આપવામાં આવી - At This Time

આડેસર પી.એચ.સી મા પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ આપવામાં આવી


રાપર તાલુકાના આડેસર પી.એચ.સી માં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.રાય સાહેબ તેમજ પ્રા.આ.કેન્દ્ર આડેસરના મેડીકલ ઓફીસર ડો.અલ્પાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા પી.એચ.સી ના ફિ.હે.સુ હસ્તાબેન ખારવા, એમ.પી.એચ.એસ જસવંતસિંહ ડાભી તેમજ એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર પાતર કિરેનભાઇ દ્વારા પિયર એજ્યુકેટર ને સમતોલ આહાર વિષે તેમજ પિયર એજ્યુકેટર ની ભુમિકા પિયર એજ્યુકેટરના કૌશલ્ય તેમજ પર્સનલકેર અને ૧૦ થી ૧૯ વર્ષની અવસ્થા દરમિયાન શારિરીક, માનસિક, ભાવાત્મક અને સામાજીક ફેરફારો વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ IFA ગોળી,રસીકરણ ટી.ટી ની રસી ૧૦ થી ૧૬ વર્ષે મુકાવવા માટે કિશોર-કિશોરીઓને જાગૃત કરવા માટે સમજણ આપી તેમજ કિશોર-કિશોરીઓને હસ્તાબેન ખારવા દ્રારા બી.એમ.આઇ વિષે તેમજ દર મહિને યોજાતા મમતા તરૂણી સેશનમાં H.B ની તપાસ વિષે આલબેન્ડાઝોલનુ મહત્વ,લીલાપાંદળા વાળા શાકભાજી, તેમજ શારીરિક કશરત યોગ ધ્યાન, પ્રાણાયામ ના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ નાની વયે લગ્ન તેમજ બે બાળક વચે ૩ વર્ષનો ગાળો જેવી કુટુંબ નિયોજનની અલગ-અલગ પધતિ વિષે સમજણ આપેલ તેમજ પ્રોત્સાહન તરીકે ઇનામ નુ વિતરણ કરવામાં આવ્યુ.

તેમજ આ કાર્યક્રમમાં ફિ.હે.વ, આશા ફેસીલીટર, અને આશા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા અને તમામ ને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.