હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ - At This Time

હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ


હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ*હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ*
**************

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં યોગ દિનની પૂર્વ તૈયારી અંગે બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા સમાહર્તાશ્રી દ્વારા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબધિત વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી. આ વર્ષે જિલ્લાના ચાર આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિજયનગરના પોળો જંગલ, પ્રાંતિજમાં મહાકાળી મંદિર, હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર અને ઇડરમાં ઇડરળીયા ગઢ આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસ ઉજવાશે. જિલ્લાકક્ષાના કાર્યક્રમની સાથે સાથે તાલુકાકક્ષા અને ગ્રામ્યકક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે શાળા, કોલેજો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ઔધ્યોગિક એકમો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા,ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રીઓ,મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,વિવિધ સંસ્થાના અગેવાનો તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.