જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયું જાહેરનામું - At This Time

જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયું જાહેરનામું


જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયું જાહેરનામું

રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

તા.૨૫ અને ૨૬ જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલમાં રહેશે,,
બોટાદ શહેરમાં આગામી ૨૬ જાન્યુઆરી,૨૦૨૩ના રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદ શહેરના ત્રિકોણી ખોડીયાર, હડદડ રોડ ખાતે આવેલ ગ્રાઉન્ડ ખાતે થનાર છે. આ ઉજવણીમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેનાર હોય અને મોટી સંખ્યામાં વાહનો સાથે જનમેદની એકત્રીત થનાર છે, જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જાહેર માર્ગ બંધ કરવા, વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા તથા વાહન પાર્કીંગ વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા મુજબ *વાહનોના પ્રવેશ માટે* બોટાદ પાળીયાદ રોડ તરફથી હડદડ ગામ તરફ જવા માટે કાનીયાડ ચોકડી, પાળીયાદ રોડથી હડદડ રોડ તરફ વાહનોની અવર-જવર કરવાની રહેશે.

વાહનોના પ્રવેશ નિષેધ માટે* ત્રીકોણી ખોડીયાર, પાળીયાદ રોડ તરફથી હડદડ તરફનો માર્ગ ફોર વ્હિલ તથા ભારે વાહનો માટે બંધ કરવામાં આવે છે. હડદડ ગામથી બોટાદ પાળીયાદ રોડ તરફ વાહનોના પ્રવેશ માટે હડદડથી ત્રીકોણી ખોડીયાર સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ કરવામાં આવે છે.

૨૬ જાન્યુઆરી,૨૦૨૩ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે આવનાર વાહનોના પાર્કિંગ સ્થળ માટે* માધવ જીન, પાળીયાદ રોડ ખાતે તમામ પ્રકારના વાહનો, સુમનદિપ ફ્લેટ પાસે પાળીયાદ રોડ ખાતે વી.વી.આઇ.પી. વ્યક્તિઓના વાહનો અને કાર્યક્રમ સ્થળની સામે રાધેકૃષ્ણ ઓઇલ મીલ પાસે સરકારી લાઇટ મોટર વાહનો માટે વાહનોના પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ જાહેરનામું
તા.૨૫/૦૧/૨૦૨૩ ના સવારના ૮:૦૦ કલાકથી તા.૨૬/૦૧/૨૦૨૩ ના સાંજના ૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
અપવાદરૂપે ઇમરજન્સી સેવાઓના વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.