રાજકોટ : અડદીયાના નમુના લેવાનું શરૂ : પાનની દુકાનો પર ધોંસ ચાલુ
શિયાળાની આહલાદક ઋતુનું આગમન થઇ ગયું છે ત્યારે દર વર્ષે આ સિઝનમાં ખુબ વેચાતા અને ખવાતા અડદીયાના નમુના લેવાનું મુહૂર્ત મનપાની ફૂડ શાખાએ કરી દીધુ છે. આજે ત્રણ જગ્યાએથી અડદીયાના નમુના લેવાયા હતા અને તરૂણોને તમાકુ ન વેચવાના નિયમોનું પાલન કરવા નોટીસો આપવામાં આવી હતી.
સામાકાંઠે સંત કબીર રોડ પર ભોજલરામ સોસાયટીમાં આવેલ ચામુંડા ડેરી ફાર્મ, જલગંગા ચોકમાં ભોલેનાથ કોમ્પ્લેક્ષમાં આવેલ મહાલક્ષ્મી ડેરી ફાર્મમાંથી અને કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટક પાસે આવેલ તિરૂપતિ ડેરીમાંથી પણ શુધ્ધ ઘીના અડદીયાના લુઝ નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં 20 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી તમાકુનું વેચાણ કરતાં પાનના ધંધાર્થીઓને સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના અપાઇ હતી. જયારે (1) શ્રી નાથજી સેલ્સ જનરલ સ્ટોર (2)કૌશર પાન (3)જલારામ એજન્સી (4) ઝલક પાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત (5) તિરૂપતિ બેકરી કેક શોપ (6)શ્રી રાધેકૃષ્ણ ડેરી ફાર્મ (7) જય ભગીરથ કોલ્ડ્રિંકસ (8)જલીયાણ પ્રોવિઝન સ્ટોર્સ (09)મિલન પાન કોલ્ડ્રિંકસ (10)ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ (11)જલીયાણ પ્રોવિઝન સ્ટોર્સ (12)સંતોષ પાન કોલ્ડ્રિંકસ (13)ભરત પાન (14)શક્તિ પાન કોલ્ડ્રિંકસ (15)ડીલક્સ પાન (16)મોગલ પાન (17)ખોડિયાર પાન કોલ્ડ્રિંકસ (18)ક્રિષ્ના પાન કોલ્ડ્રિંકસ (19)આશાપુરા પાન (20)મહાદેવ પાનમાં સ્થળ તપાસ કરાઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.