શ્રી ગ્રામ ઉદ્યોગ સેવા ટ્રસ્ટ મોજીદડ સંસ્થા, સ્થળ: મહિલા મંડળ ગઢડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ તા.12-09-2022 ના રોજ ઉદ્યોગ સાહસિકતા જાગૃત્તિ કાર્યક્રમ વિષય પર ૦૧ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

શ્રી ગ્રામ ઉદ્યોગ સેવા ટ્રસ્ટ મોજીદડ સંસ્થા, સ્થળ: મહિલા મંડળ ગઢડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ તા.12-09-2022 ના રોજ ઉદ્યોગ સાહસિકતા જાગૃત્તિ કાર્યક્રમ વિષય પર ૦૧ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.કાર્યક્રમનાવિષયની સંક્ષિપ્ત માહિતી
દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર એ ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાન દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ગુજરાત વિકલાંગ(દિવ્યાંગ) નાણાકીય વિકાસ નિગમના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવેલ છે. જેનું મુખ્ય કાર્ય દિવ્યાંગજનોના આર્થિક સશક્તિકરણ દ્વારા તેમને સ્વનિર્ભરતા, સ્વાયતતા, સર્વાંગી વિકાસ સાથે સન્માન સહિત સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું છે. આ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃત્તિ કાર્યક્રમ વિષય પર ગઢડા તાલુકાના દિવ્યાંગજનો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું..
આ જીલ્લા વિવિધ લક્ષી કલ્યાણ કેન્દ્ર દ્વારા આયોજીત એક દિવસીય સેમિનાર નું આયોજન હતું જેમાં મહેમાન શ્રી માં ગઢડાના મામલતદાર સાહેબે વિકલાંગો સાથે સંવાદ કરી ગઢડા મામલતદાર હાજરી આપી વિકલાંગો ની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવશે એમ જણાવાયેલ. ગઢડાનગર પાલીકાના ના પ્રમુખ હાજરી આપેલ.લિગલ ચાવડા સાહેબ દ્વારા કાયદાકીય માહીતી આપવામાં આવેલ.આપવામાં આવેલ. સમાજ સુરક્ષા ના પી.ઓ મેડમે સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી અંતર્ગત વિકલાંગ લગ્ન સહાય યોજનાઓ તથા માસિક સહાય તથા વિકલાંગ સાધન સહાય યોજના વિશે માહિતી આપી. બાળ સુરક્ષા એકમમાંથી હાજર સામાજિક કાર્ય કરે તેમના વિભાગ અંતર્ગત આવતી યોજનાઓ જેમ કે પાલક માતા પિતા યોજના જેવી યોજના વિશે માહિતી આપેલ આ તમામ કાર્યક્રમનું આયોજન શ્રી ગ્રામ ઉદ્યોગ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ અને તે હાજર વિકલાંગ લાભાર્થીઓ તથા અધિકારીઓની ઉપસ્થિતિથી સાર્થક થયેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.