સાબરકાંઠા જિલ્લાના-: ઇડરના ભોઈવાડાની યુવતીને બદનામ કરવાની ધમકી અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ,જોટાસણ પાસેથી વિદેશી દારૂ સાથે વડનગરનો શખ્સ ઝડપાયો.... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: ઇડરના ભોઈવાડાની યુવતીને બદનામ કરવાની ધમકી અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ,જોટાસણ પાસેથી વિદેશી દારૂ સાથે વડનગરનો શખ્સ ઝડપાયો….


સાબરકાંઠા જિલ્લાના-: ઇડરના ભોઈવાડાની યુવતીને બદનામ કરવાની ધમકી અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ,જોટાસણ પાસેથી વિદેશી દારૂ સાથે વડનગરનો શખ્સ ઝડપાયો.....
-------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: ઈડરના ભોઈવાડામાં રહેતી એક યુવતીએ નોંધાવેલી ફરીયાદ મુજબ 10 ડીસેમ્બર 2022થી આજ દિન સુધીમાં તલોદ તાલુકાના કરમીપુરા ગામનો શરદ કાંતિલાલ પટેલ નામના યુવકે ગમે તે કારણસર ઈડરની આ યુવતીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતો.દરમિયાન 24 ફેબ્રુઆરીના 2023 રોજ શરદ પટેલે યુવતીને ફોન કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.એટલુ જ નહી પણ આ યુવકે યુવતીને આબરૂ લેવાના તેમજ સમાજમાં બદનામ કરવાના ઈરાદે સોશ્યલ મીડીયાના માધ્યમથી ફોટાની ચોરી કરી તેની ઉપર ગંદી કોમેન્ટો લખી બદનામી થાય તે હેતુથી યુવતીના વોટસએપ પર મેસેજ મુકી શરદ પટેલે પોતાના નામે ફેસબુક એકાઉન્ટ દ્વારા બિભત્સ લખાણવાળી ફોટોસ્ટોરી વાયરલ કરી હતી.જેથી કંટાળીને ઈડરની આ યુવતીએ કરમીપુરાના શરદ પટેલ વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી..

તો બીજી તરફ જોટાસણ ત્રણ રસ્તા પાસેથી 28 હજારના વિદેશી દારૂ સાથે વડનગરનો શખ્સ ઝડપાયો,એક ફરાર સાબરકાંઠાના ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રધ્યુમનસિંહ જામતસિંહએ નોંધાવેલી ફરીયાદ મુજબ સોમવારે બપોરના સુમારે જોટાસણ ત્રણ રસ્તા આગળથી પસાર થઈ રહેલ એક કાર શંકાસ્પદ જણાતાં તેને ઉભી રખાવી હતી.ત્યારબાદ કારમાં તપાસ કરતાં અંદાજે રૂ.28,740ની કિંમતની 252 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.જે અંગે પોલીસે કારમાં જઈ રહેલ કિસ્મતજી તલાજી ઠાકોર (રહે.સુડીયા,તા.વડનગર) અને વિસનગર તાલુકાના ગોઠવા ગામના વિપુલજી દશરથજી ઠાકોર હોવાનું બહાર આવ્યુ હતુ.જો કે પોલીસને જોઈ વિપુલજી ઠાકોર ભાગી ગયો હતો.જેથી પોલીસે એકની અટકાયત કરી બે જણા વિરૂધ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનામાં ફરીયાદ નોંધાવી હતી..

ઈડરના રાણી તળાવ નજીક ગાયને ઈજા પહોંચાડતાં ફરીયાદ.ઇડરના ગંભીરપુરાના ઉપેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે નોંધાવેલી ફરીયાદ મુજબ ૨૫ ફેબ્રુઆરીના રોજ રાણી તળાવ પાસે આવેલ સાંઈ મંદિરની બાજુના ખેતરોમાં મંદિરના પુજારીની પાલતુ ગાય ચરી રહી હતી.ત્યારે અજાણ્યા શખ્સ અગમ્ય કારણોસર આ ગાયને તીરકામઠાથી તીર મારીને અંગછેદન કરી ઈજા પહોંચાડી હતી.જે અંગે ખબર પડયા બાદ ઉપેન્દ્રસિંહ પરમારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી..

સાબરકાંઠાની હિંમતનગરની આરટીઓ કચેરી પાસેથી મોપેડ ચોરાયું હિંમતનગરના આરટીઓ કચેરી નજીક આવેલ એક ખાનગી કોમ્પ્લેક્ષ નીચેના પાર્કીંગમાંથી સોમવારે અજાણ્યો શખ્સ અંદાજે રૂ.60 હજારની કિંમતના મોપેડ જીજે.ડીએલ.770ની ચોરી કરી લઈ ગયો હતો.જે અંગે તપાસ કરવા છતાં ચોરાયેલા મોપેડનો પત્તો ન મળતાં રહેમતનગરમાં રહેતા અબ્દુલસમદ મોહમદઅયુબ પીપલા એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી..

હિંમતનગરમાંથી સગીરાનું અપહરણ થતાં ફરીયાદ નોંધાઈ હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતી એક સગીરાનું ત્રણ દિવસ અગાઉ લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી વિનાયકનગરમાં રહેતો એક યુવાન અપહરણ કરી ભગાડી ગયો હતો.જે અંગે સગીરાના વાલીએ સોમવારે અપહરણ કરી જનાર મીત મહેશભાઈ મીર વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.પોશીનાના મથાસરા.ગામમાંથી બાઈક ચોરાયું પોશીના તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મથાસરા ગામેથી અજાણ્યો શખ્સ અઢી મહિના અગાઉ અંદાજે રૂ.15 હજારની કિંમતના બાઈક જીજે.૦૯સીયુ.૮૩૪૭ની ઘર આગળથી ચોરી કરી લઈ ગયો હતો.જેથી મથાસરા ગામના ઉજમાભાઈ વસંતભાઈ સોલંકીએ સોમવારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી..

ઈડરના શ્યામનગરમાં થયેલા ઝઘડા બાદ 11 વિરૂધ્ધ સામી ફરીયાદ કરાઈ.ઈડરના શ્યામનગર સોસાયટી પાસે આવેલ રાવળવાસ પાસેની ખુલ્લી જગ્યામાં ત્રણ દિવસ અગાઉ રામદેવપીરની મંડળીમાં થયેલા ઝઘડા બાદ તત્કાલિન સમયે નોંધાયેલી ફરીયાદ પછી સામા પક્ષ દ્વારા સોમવારે 11 જણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ હતી.પોલીસ સુત્રોથી મળતી માહિતી મુજબ 26 ફેબ્રુઆરીના રોજ શ્યામનગર સોસાયટી પાસે આવેલ રાવળવાસ પાસેની ખુલ્લી જગ્યામાં થયેલા ઝઘડા બાદ 11 જણાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચી આવીને કહયુ હતુ કે રામદેવપીરની મંડળીમાં કેમ અમારા રાવળ સમાજના છોકરાઓ સાથે દાદાગીરી કરાઈ હતી.તેમ કહી ઉશ્કેરાઈ જઈ કેટલાક શખ્સોએ અર્જુન તથા કરણભાઈને ગડદાપાટુનો માર મારી પુજાબેનને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ત્યારબાદ બાલુબેને 11 જણા વિરૂધ્ધ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.કોની-કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ છે તે નામ અવિનાશ બાબુભાઈ રાવળ,ભાવિન બાબુભાઈ રાવળ,અમિત બાબુભાઈ રાવળ,બાબુભાઈ કોદરભાઈરાવળ, રાહુલ રમણભાઈ રાવળ,નરેન્દ્ર રમણભાઈ રાવળ,ઋષિક જશુભાઈ રાવળ,શૈલેષ ઉર્ફે સલા રાવળ,પક્ભાઈ રાવળ,અમરતભાઈ રાવળ અને સુભાષ દિનેશભાઈ રાવળ વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ છે.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.