યુનોમાં ભારતના નવાં રાજદૂતપદે રૂચિરા કમ્બોજ નિયુક્ત થશે
- 1987 બેચના IFS અધિકારી અત્યારે ભૂતાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છેનવી દિલ્હી : ૧૯૮૭ બેચના ભારતીય વિદેશ સેવા (ઇન્ડિયન ફોરેન સર્વિસ - IFS) અધિકારી રૂચિરા કમ્બોજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં નવા કાયમી રાજદૂત પદે નિયુક્ત થવાના છે. અત્યારે તેઓ ભૂતાનમાં રાજદૂતપદે છે યુનો સ્થિત વર્તમાન રાજદૂત ટી.એસ. તિરૂમૂર્તિ નિવૃત્ત થતાં તેમનાં સ્થાને તેઓ નિયુક્ત થશે.૧૯૮૭ની IFSમાં તેઓ 'ટોપર' હતા. ભૂતાનમાં રાજદૂત બનતા પહેલા તેઓ દ. આફ્રિકામાં ભારતના હાઇ-કમિશનર પદે હતા. યુનેસ્કોમાં તેઓએ ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી છે. રૂચિરા ભૂતાનમાં સૌથી પહેલા મહિલા રાજદૂત છે.કેરિયરની શરૂઆતમાં તેઓ ફ્રાંસમાં (પેરીસ)માં થર્ડ સેક્રેટરી તરીકે કરી હતી. પછી ફ્રેંચ ભાષા પણ શીખ્યા તેથી તુર્ત જ તેઓને સેકન્ડ સેક્રેટરી બનાવાયા. ત્યારપછી વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી પદે રહિ પશ્ચિમ યુરોપ ડિવિઝન સંભાળ્યું. તે પછી ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમી એન્ડ કોમર્શિયલ) તરીકે મોરેશ્યસમાં નિયુક્ત કરાયા હતા. આ પછી તેઓ વિદેશ મંત્રાલયમાં વિવિધ સ્થાનો ઉપર કાર્યરત રહ્યા.રૂચિરા ૨૦૦૨-૨૦૦૫ સુધી યુનોમાં ભારતના સ્થાનિક મિશનમાં પરામર્શદાતા તરીકે પણ કામ કર્યું છે જ્યાં તેઓ એનેલિસીસનો કાર્યભાર સંભાળતા હતા. તેઓએ યુનો શાંતિ સ્થાપના (પીસ મિશન) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર મધ્યપૂર્વ સંકટ સહિત અનેક મહત્ત્વના કાર્યો સંભાળ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.