વલારડી ખાતે દિવ્યજ્યોતનાં વધામણા/પોંખણાં અને દર્શન - At This Time

વલારડી ખાતે દિવ્યજ્યોતનાં વધામણા/પોંખણાં અને દર્શન


વલારડી ખાતે દિવ્યજ્યોતનાં વધામણા/પોંખણાં અને દર્શન પુજનનો અનેર મહિમા રહ્યો છે. સુરાપુરાનાં નિજમંદિરને પવિત્ર જળથી શુધ્ધિકરણ અવરસને વધાવવા રાજ્યભરમાંથી વઘાસિયા કુળનાં સભ્યો ઉપસ્થિત રહી, અલૈાકીક ક્ષણનાં સાક્ષી બન્યા હતા. ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન દેવી ભાગવત કથા, રાત્રીનાં સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમયોજાયા તો ત્રણ દિવસ દરમ્યાન સતત રક્તદાન, આરોગ્ય રક્ષા માટે નિદાન સારવાર, ચકલી બચાવ અભિયાન અંતર્ગત અહિ પધારનાર સૈાને ચકલીનાં માળાનું નિઃશુલ્ક વિતરણ, પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે આશિર્વાદ રૂપ બને તેવી સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.
આ તકે વિવિધ ધર્મ સ્થળોએથી ધાર્મિક જગ્યાનાં સંતોએ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા. સતાધાર જગ્યાનાં મહંત વિજયબાપુએ માં વેરાઇની દિવ્યજ્યોતનાં દર્શન કરી પાતાદાદાનાં નુતન મંદિરે જલાભિષેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સતાધારનાં મહંતશ્રીએ વઘાસિયા પરીવાર અને સતાધારની જગ્યા જાણે પર્યાય હોય તેમ દોઢસો વર્ષથી વઘાસિયા કુળનું સતાધાર જગ્યા સાથે આસ્થા સંધાન હોવાની જાણકારી આપી હતી.
દિવ્યજ્યોત નુતન નિર્માણાધિન સંગેમરમર મંદિરનાં નિર્માણકાર્ય અને દિવ્યધામની સેવાકીય પ્રવૃતિની વિગતો આપતા રાજુભાઇ, દિનેશભાઇ, હરેશભાઇ, વિજયભાઇ, મહેશભાઇ સહિત યુવાઓએ સંકલ્પ ત્યાં સિધ્ધીની પ્રતીતિની વાત વર્ણવી હતી. ત્રણ દિવસ દરમ્યાન વલારડી અને આસપાસનાં સમસ્ત ગ્રામજનો આ દૈવી કાર્યમાં સહયોગી બન્યા હતા. આ સામજિક સૈાહર્દભર્યા ધર્મકાર્યમાં રાજદ્વારી નેતા ગણ, સામાજિક સેવાકીય પ્રવૃતિસાથે સંકળાયેલ સેવાભવી નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસ્વિન પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.