અહીં શેરીમા કેમ આંટા ફેરા મારે છે’ કહીં રોહિત વાલાણી પર ટીન્કો ગોવાણી આણી ટોળકીનો હુમલોે
ગંજીવાડામાં શેરીમા આંટા મારવા મામલે રોહિત વાલાણી નામના યુવક પર રોહિત વાલાણી આણી ટોળકીએ છરી અને પાઈપથી હુમલો કર્યો હતો. યુવકને ઢોર મરમારમાંથી બચાવવા ગયેલ પરમાર બંધુઓને પણ સાત શખ્સોએ પાઇપ ફટકાર્યા હતાં. બનાવ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગંજીવાડા શેરી નં 36 શકતી ચોકમાં રહેતાં રોહીતભાઈ ગોરધનભાઈ વાલાણી (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ટીન્કો ગોવાણી, વિપુલ ઉર્ફે વાટકો, રવી ભાવેશ ડાભી, લલ્લો વાલજી બાવળિયા, ઉદય ટીન ગોવાણી, પ્રકાશ ઉર્ફે પકો ગોવાણી અને અક્ષયનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ તેના ભાઈ-ભાભી સાથે રહે છે અને મજૂરી કામ કરે છે.
ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે તે તેના મિત્ર જયદીપ રાજુભાઈ ચૌહાણ સાથે શેરીમાથી પસાર થયેલ ત્યારે ત્યાં રહેતો ટીન્કો ગોવાણીએ કહેલ કે, અહીં શેરીમા કેમ આંટા ફેરા મારો છો તેમ કહી એક ફડાકો ઝીંકી દિધેલ હતો. તેઓ ત્યાથી થોડેક ચાલેલ દરમ્યાન ટીન્કો ગોવાણી, વીપુલ ઉર્ફે વાટકો ઘોકા સાથે તથા રવી ડાભી છરી અને લાલો બાવળીયા ઘોકા અને પ્રકાશ ઉર્ફે પક્કો ગોવાણી, ઉદય ગોવાણી તથા અજય દોડીને આવી ગાળો બોલી વીપુલ ઉર્ફે વાટકાએ કપાળના ભાગે ઘોકો મારી દીધેલ જેથી તેઓ લોહી લુહાણ થઈ ગયાં હતાં.
દરમિયાન ત્યાં રહેતાં તેમના સગા પરેશભાઈ મનસુખભાઈ પરમાર અને વીજય પરમાર બન્ને ભાઇઓ આવી તેમને છોડાવતા પરેશને રવી ડાભીએ છરીનો ઘા ઝીંકી દિધો હતો. તેમજ વીજયને લાલો બાવળીયાએ ઘોકા વડે માર મારતા બંને ભાઇને ગંભીર ઇજા પહોંચી હતી.
તેમજ તેમના બહેન મીનલબેન કિહલા આવી ગયેલ હતા.ત્યારે ઉદય ગોવાણી, પ્રકાશ ઉર્ફે પકો ગોવાણી , અક્ષય અને ટીન્કો ગોવાણીએ પકડી રાખી ઢીકાપાટુ અને ગડદાઓનો મુંઢ માર મારેલ હતો.દરમિયાન સગા સંબંધી આવી જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરિયાદી તેમજ અન્ય ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ ભાર્ગવ ઝણકાંતની રાહબરીમાં ટીમે આરોપીઓને દબોચવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.