પંચમહાલ- દિલ્લીથી મુંબઈ સુધી 1398 કિલોમીટર સુધીની યાત્રા દ્વારા ફિટ ઈન્ડિયાનો સંદેશ આપતા સાયકલવીર
શહેરા,
આજકાલની ભાગદોડ ભરી જીજીંદગીમાં સારુ જીવન જીવવા માટે શરીરને ફીટ રાખવુ ખુબ જ જરૂરી છે. આજકાલ ફિટનેશને લઈને લોકોમાં જાગૃતિ ઓછી જોવા મળે છે. અને તેની પાછળ સમય ઓછો આપે છે. દેશના નાગરિકોમાં પોતાના શરીરને લઈને ફિટનેશને લઈને જાગૃતિ આવે તે હેતુથી દિલ્લીથી એક યુવા ગ્રુપ મુંબઈ સુધી સાઈકલ યાત્રાએ નીકળ્યુ છે. તેઓ ભારતના વિવિધ રાજ્યોને પસાર કરીને પંચમહાલના શહેરા ખાતે આવી પહોચ્યા હતા. આ ટીમના સાત સભ્યો છે.જેમાં સૌરભ દુબે પણ સામેલ છે તેઓ શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. સાયકલ થકી તેઓ એક રીતે શરીરને ફીટ રાખવાનો સંદેશો પણ સમાજમાં પાઠવી રહ્યા છે. દિલ્લીથી મુંબઈ સુધીનું અંતર 1398 કિલોમીટર થાય છે.
દિલ્લીથી અમે મુંબઈ જઈ રહ્યા છે. સાત લોકોનું અમારુ ગ્રુપ છે પોતાના શરીરને ફિટ રાખવુ જોઈએ ખાસ કરીને તેમને લોકોને ગાડી ચલાવતી વખતે ખુબ જ ધ્યાન રાખવુ જોઈએ તેવો પણ સંદેશો આપ્યો હતો અને જીંદગી મોજથી જીવવી જોઈએ તેમ સૌરભ દુબેએ જણાવ્યુ હતુ ત્યારબાદ તેઓ તેમના ગ્રુપ સાથે મુંબઈ તરફ જવા રવાના થયા હતા. અત્રે નોંધનીય છે કે આજકાલના વધતા વાહનો કે બાઈક ચલાવાના ચલણ વચ્ચે સાયકલને ભુલાઈ જવા પામી છે. હવે સાઈકલ પણ ઓછી ચલાવાઈ રહી છે. ત્યારે આવા સાઈકલ સવારો એક હેલ્થી સંદેશ સમાજને આપી રહ્યા છે તે આપણા ભારત દેશ માટે ખુબ જ ગૌરવની વાત છે.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.