સુરત ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ રાષ્ટ્રપતિ ચંદ્રક ડેપ્યુટી ચીફ વોર્ડન એડવોકેટ મહંમદ નવેદ શેખ ને એનાયત થશે - At This Time

સુરત ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ રાષ્ટ્રપતિ ચંદ્રક ડેપ્યુટી ચીફ વોર્ડન એડવોકેટ મહંમદ નવેદ શેખ ને એનાયત થશે


સુરત ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ રાષ્ટ્રપતિ ચંદ્રક ડેપ્યુટી ચીફ વોર્ડન એડવોકેટ મહંમદ નવેદ શેખ ને એનાયત થશે
સુરત ભારત દેશના લશ્કરની ચોથી રક્ષા પાંખ સિવિલ ડિફેન્સ એટલેકે નાગરીક સંરક્ષણ જે હંમેશા જમીન પર અને પ્રેક્ટીકલ કાર્યો સાથે હકારાત્મક રીતે જોડાઇને લોકરક્ષા ના રાષ્ટ્રકાર્યોથી સન્માનીત રહેલ ભારત સરકારની ડિફેન્સ એજન્સી નું
તા ૧૫ ઓગસ્ટના રોજ સિવિલ ડિફેન્સ સુરતનાં ડેપ્યુટી ચીફ વોર્ડન અને એડવોકેટ નવેદ શેખને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે સુરત આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સિવિલ ડિફેન્સ સુરતનાં ડેપ્યુટી ચીફ વોર્ડન એડવોકેટ મોહંમદ નવેદ એ શેખને શ્રેષ્ઠ, લાંબી અને પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા મેજીસ્ટ્રેટ અને નિયંત્રક નાગરિક સંરક્ષણ આયુષ ઓક સાહેબ તથા ડી.જી.પી. (હોમગાર્ડ અને નાગરીક સંરક્ષણ.) નિરજા ગોટરૂની ભલામણથી મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે નવેદ એ . શેખ વર્ષ ૧૯૯૭ થી સિવિલ ડિફેન્સમાં જોડાઇ સુરતમાં રાષ્ટ્રકાર્યોમાં સેવારત છે તેઓ નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ નાગપુરથી માસ્ટર ટ્રેનર થયા છે અને શહેરનાં ૧૫,૦૦૦ થી વધુ નાગરિકોને ફાયર, ફ્લર્ડ, સર્ચ એન્ડ રેસ્ક્યુની નાગરિક સંરક્ષણ અંગેની પ્રાથમિક તાલીમ આપી ચુક્યાં છે, જે બદલ વર્ષ ૨૦૧૧ માં તેમને મુખ્યમંત્રી ચંદ્રકથી પણ સન્માનિત કરાયા હતા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના દિવસે સિવિલ ડિફેન્સ સુરત યુનિટ માં રાષ્ટ્રપતિ ચંદ્રક માટે મહંમદ નવેદ શેખનુ નામ આવતા સુરત અમદાવાદ સહીતના સિવિલ ડિફેન્સ યુનિટોમાં તથા ડી.જી સાહેબા અવે સુરત કલેક્ટરશ્રી દ્વારા સન્માન પત્ર અને કમાંન્ડન્ટ સહીત તમામ ઉચ્ચ અધીકારીઓ સહીત તમામ વોર્ડનોએ એવોર્ડની આ ખુશિઓના વધામણા કર્યા હતા. અને નાવેદ શેખ દ્વારા આ ખુશિઓ બાબતે સિવિલ ડિફેન્સ ક્ષેત્રે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.