જાહેરાતની લાલચ આપી ઠગાઈ:રૂ. 8 હજાર કરોડના કૌભાંડ બદલ ભારતીય મૂળના ઉદ્યોગપતિને જેલ - At This Time

જાહેરાતની લાલચ આપી ઠગાઈ:રૂ. 8 હજાર કરોડના કૌભાંડ બદલ ભારતીય મૂળના ઉદ્યોગપતિને જેલ


ભારતીય મૂળના બિઝનેસમેન ઋષિ શાહને છેતરપિંડી અને કૌભાંડના આરોપમાં અમેરિકી કોર્ટે સાડા સાત વર્ષની સજા સંભળાવી છે. શાહે ગૂગલ અને ગોલ્ડમેન ગ્રૂપ જેવી મોટી કંપનીઓના રોકાણકારોને નિશાનમાં લઈ 8.35 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું. અમેરિકન કોર્પોરેટ ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી છેતરપિંડી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર 38 વર્ષીય શાહે 2006માં ‘આઉટકમ હેલ્થ’ નામની કંપની બનાવી હતી. આ કંપની ડોક્ટરોની ઓફિસમાં ટેલિવિઝન લગાવતી અને હેલ્થકેર ક્ષેત્રે કામ કરતા લોકો માટે જાહેરાત કરતી હતી. શ્રદ્ધા અગ્રવાલ આ કંપનીમાં ઋષિની કો-ફાઉન્ડર હતી. આઉટકમ હેલ્થે આ મામલે ઘણી મોટી કંપનીઓ સાથે ખોટું બોલ્યાનું બહાર આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.