ઈ-શ્રમ કાર્ડની નોંધણી ન કરાવી હોય તેવા લોકોને સત્વરે ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવવા ગઢડીયા ગામના તલાટીની જાહેર અપીલ - At This Time

ઈ-શ્રમ કાર્ડની નોંધણી ન કરાવી હોય તેવા લોકોને સત્વરે ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવવા ગઢડીયા ગામના તલાટીની જાહેર અપીલ


ઈ-શ્રમ કાર્ડની નોંધણી ન કરાવી હોય તેવા લોકોને સત્વરે ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવવા ગઢડીયા ગામના તલાટીની જાહેર અપીલ

બોટાદના ગઢડીયા ગામે ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે ખાસ ઝૂંબેશ કેમ્પ યોજાયો

જિલ્લા કલેકટર બી. એ. શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગેદર્શન હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો ઈ-શ્રમ કાર્ડની નોંધણીથી વંચિત ન રહે અને ઈ-શ્રમ કાર્ડની સેવાનો વધુમાં વધુ લાભ લે તે હેતુસર રજાના દિવસોમાં પણ ઈ-શ્રમ કાર્ડ નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જે અન્વયે આજે બોટાદ તાલુકાના ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે ખાસ ઝૂંબેશ કેમ્પ યોજાયો હતો.

ગઢડીયા ગામના તલાટી કમ મંત્રી ભારતીબેન વી ઝાંપડિયાએ જણાવ્યું હતું કે, જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે તેઓ ઇ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા પાત્ર છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો, શાકભાજી અને ફળ વિક્રેતાઓ, સ્થળાંતર કામદારો, શેરક્રોપર્સ ઇંટ ભઠ્ઠાના કામદારો,માછીમાર સો-મિલના કામદારો, પશુપાલન કામદારો, સુથાર રેશમ ખેતી કામદારો, મીઠું કામદારો, ઘરેલું કામદારો, વાળંદ, રિક્ષાચાલકો, ઓટો ડ્રાઈવરો, આશા વર્કર સહિતના ૧૬ થી ૬૦ વર્ષની વય ધરાવતા લોકો ઈ-શ્રમની નોંધણી કરી શકશે તેમ જણાવ્યું હતું.ગઢડીયા ગામના જે લોકોએ ઈ-શ્રમ કાર્ડની નોંધણી ન કરાવી હોય તેમજ પંચાયત તથા રેવન્યુ વસુલાત બાકી હોય તેવા લોકોને સત્વરે ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવવા અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઢડીયા ગામના આજદિન સુધી અંદાજે ૫૭૦ જેટલાં અસંગઠિત ક્ષેત્રના કામદાર અને મજૂરોના ઈ-શ્રમ કાર્ડની ઓનલાઇન નોંધણી પૂર્ણ કરવામાં આવી છે.

આ કેમ્પનું સુચારુ આયોજન ગઢડીયા ગામના તલાટી કમ મંત્રી ભારતીબેન વી. ઝાંપડિયા,તાલુકા લાઈવલી હુડ મેનેજર ભાર્ગવ જોષીએ કર્યુ હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.