રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી કેન્દ્રો ખાતે “બાળદિવસ”ની ઉજવણી કરવામાં આવી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી કેન્દ્રો ખાતે “બાળદિવસ”ની ઉજવણી કરવામાં આવી.


રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ વિવિધ આંગણવાડી કેન્દ્રો પર બાળકો અને વાલીઓની સાથે કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના પ્રયત્નોથી તા.૧૭-૯-૨૦૨૪ને મંગળવારના રોજ “બાળદિવસ” ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ૩ વર્ષ થી ૬ વર્ષના આંગણવાડીમાં આવતા બાળકોનો સપ્ટેમ્બર માસમાં આવતા જન્મદિવસની કેક કટીંગ કરી બાળદિવસની ઉજવણી કરવામાં આવેલ તથા ૬ માસ પૂર્ણ થતા બાળકોને ઉપરી આહાર દ્વારા અન્ન્પ્રાસન કરાવવામાં આવેલ. સપ્ટેમ્બર માસના ત્રીજા મંગળવાર હેઠળ બાળદિવસની થીમ નજીકના જાણીતા સ્થળોની મુલાકાત અને પ્રવાસ પર્યટન અંતર્ગત બાળકોને મંદિર, બાગ-બગીચાની મુલાકાત કરી વિવિધ રમતો રમાડવામાં આવેલ અને વાલી મીટીંગનું આયોજન કરી વાલીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્ય, મારી વિકાસ યાત્રા અને રાજ્ય સરકાર તરફથી આવતા ઉંબરે આંગણવાડી એપિસોડ વિશે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવેલ. આ ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તથા શિશુ કલ્યાણ વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.