સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામા આવ્યુ. - At This Time

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામા આવ્યુ.


સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે યોગ સાધકોને શુક્રવારે સામાજીક વનીકરણ વિભાગના સહયોગથી અનોખી પહેલ કરીને અંદાજે ૧૦,૦૦થી વધુ રોપાઓનું વિતરણ કરાયું હતું. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય યોગ દિન પ્રસંગે લોકોના શારીરિક માનસિક આરોગ્યની સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય અને ઉપસ્થિત યોગ સાધકો વૃક્ષા રોપણ કરી શકે તે હેતુથી અધિકારીઓ કર્મચારીઓ બાળકો સર્વેને ભેટ સ્વરૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૧૦૦૦ થી વધુ રોપાઓનું વિતરણ કરી સર્વેને રોપાઓનું જતન કરવા અપીલ કરાઈ હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.