હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નાણાંકીય શિક્ષણ વર્કશોપ માં જયશ્રીબેન મકવાણા નું મનનીય માર્ગદર્શન
દામનગર સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં જામનગર એ કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર અને સેબી ના રજીસ્ટડ રિસોર્સ PERSON દામનગર ના પુત્રીરત્ન જયશ્રીબહેન મકવાણા નો સેમિનાર યોજાયો
શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય હોલ ખાતે
પ્રોફેસર જયશ્રીબેન મકવાણા એ નાણાંકીય આયોજન જાગૃતિ અંગે નો વર્કશોપ યોજેલ જેમાં
ખૂબ મોટી સંખ્યા માં હોમ મેકર બહેનો અને દામનગર શહેર ના માર્કેટયાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા રચનાત્મક અગ્રણી વજુભાઇ રૂપાધડા અનુભાઈ ચુડાસમા તેમજ બાબુભાઇ મકવાણા ની ઉપસ્થિતિ માં યોજાયેલ વર્કશોપ માં બચત રોકાણ સિકરયુરિટી માર્કેટ મ્યુચલ ફંડ એસ આઇ પી છેતરામણી સ્ક્રીમ ચકવૃદ્ધિ વ્યાજ ની શક્તિ વીમા ની જુદી જુદી સ્કીમ સરકારી જમીનગિરી કઈ રીતે રોકાણ કરતી વખતે શુ તકેદારી રાખવી તે અંગે સર્વ ને અવગત કરતા વિસ્તૃત માહિતી આપી હતી રોકાણ કરવા માટે ટૂંકા ગાળા તથા લાંબા ગાળા ના રોકણ અંગે ના વિવિધ ડોક્યુમેન્ટ થતા ધ્યાન માં લેવાની જુદી જુદી બાબતો અંગે વિસ્તાર થી માહિતગાર કરવા માં આવ્યા હતા વર્કશોપ માં મોટી સંખ્યા માં રસ ધરાવતી વ્યક્તિ અને હોમ મેકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ના અંતે પધારેલ મહાનુભવો ના વરદહસ્તે સંસ્થા માં વિવિધ સ્પર્ધા ઓમાં ભાગ લીધેલ તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નાણાંકીય શિક્ષણ વર્કશોપ માં હાજાર લોકો એ સ્થિરપ્રજ્ઞ બની ને દામનગર ના પુત્રીરત્ન જામનગર મહિલા કોલેજ ના પ્રોફેસર જયશ્રીબેન મકવાણા ને સાંભળ્યા હતા આ સેમિનાર ને સફળ બનાવવા સંસ્થા ના મંત્રી નટુભાઈ ભાતિયા કર્મચારી ગણેશભાઈ નારોલા મીનાબેન મકવાણા દ્વારા સુંદર વ્યવસ્થા કરાય હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.