આણંદ ખાતે “ચરોતર આઇકોનિક એવોર્ડ ” સમારોહ યોજાયો.
આણંદ ખાતે "ચરોતર આઇકોનિક એવોર્ડ " સમારોહ યોજયો
ધી હ્યુમન કેર ફાઉન્ડેશન તરફથી ચરોતર આઇકોનિક એવોર્ડ સમારોહનું આયોજન કરાયું
સંસ્થા તરફથી બેસ્ટ રાઈટર, બેસ્ટ ડાયરેક્ટર,બેસ્ટ પ્રોડ્યુસર,બેસ્ટ એક્ટર્સ, બેસ્ટ સિંગર,બેસ્ટ ડાન્સર, બેસ્ટ મહેંદી આર્ટિસ્ટ, બેસ્ટ મેકઅપ એન્ડ હેર સ્ટાઈલીશ,બેસ્ટ એન.જી.ઓ.,બેસ્ટ ન્યૂઝ ચેનલ,બેસ્ટ પત્રકાર,બેસ્ટ મોડલ,બેસ્ટ instagram સ્ટાર, બેસ્ટ આર્મીમેન અને બેસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ ને એવોર્ડ અને સન્માનપત્ર આપવી સન્માનિત કરાયા
આણંદ ખાતે આવેલ ટાઉન હોલમાં રવિવારના રોજ ધી હ્યુમન કેર ફાઉન્ડેશન તરફથી ચરોતર આઇકોનિક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેસ્ટ રાઈટર, બેસ્ટ ડાયરેક્ટર,બેસ્ટ પ્રોડ્યુસર,બેસ્ટ એક્ટર્સ, બેસ્ટ સિંગર,બેસ્ટ ડાન્સર, બેસ્ટ મહેંદી આર્ટિસ્ટ, બેસ્ટ મેકઅપ એન્ડ હેર સ્ટાઈલીશ,બેસ્ટ એન.જી.ઓ.,બેસ્ટ ન્યૂઝ ચેનલ,બેસ્ટ પત્રકાર,બેસ્ટ મોડલ,બેસ્ટ instagram સ્ટાર, બેસ્ટ આર્મીમેન અને બેસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ ને સંસ્થા તરફથી એવોર્ડ અને સન્માનપત્ર આપવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપરોક્ત ફિલ્ડના કલાકારો, એક્ટિવિસ્ટો, પ્રોડ્યુસરો, દિગ્દર્શકો, ફિલ્મ કલાકારો તેમજ વિવિધ એન.જી.ઓ. ના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જાણીતી ફિલ્મ અભિનેત્રીઓ કિરણ આચાર્યજી અને ગ્રીવા કંસારા (મંગુ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધીરેન રાધેજા, રફીક પઠાણ, રાજદીપ, કેશવ રાઠોડ,શૈલેશ શાહ વિગેરે સિનિયર પ્રોડ્યુસરો, દિગ્દર્શકો અને દીવ મિરર ન્યુઝ ના ઓનર જેન્તીકુમાર ચૌહાણ હાજર રહ્યા હતા. તથા છોટુ દાદા અને તેઓની કોમેડી ટીમ પણ હાજર રહી હતી. બાલવીર ફેમસ સીરીયલ નો સ્ટાર એજાજ છીપા પણ હાજર રહ્યો હતો. તથા youtube ચેનલ ચંદુ ની ચાંદીના કલાકાર તપન બ્રહ્મભટ્ટ અને ખુશી મોનાની પણ હાજર રહ્યા હતા. તમામને સંસ્થા તરફથી એવોર્ડ અને સન્માન પત્ર આપવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને ધી હ્યુમન કેર ફાઉન્ડેશનના પ્રમુખ સમીરભાઈ પેન્ટર તથા કારોબારી સભ્યો રફીક વોરા,નઈમબાબા રાઠોડ, અલ્તાફ મલેક, અશફાક મલેક, મુન્નાભાઈ શેખ વિગેરેનાઓ તથા યાસીનભાઈ ટ્યુશન ક્લાસીસ વાળા રિયાઝભાઈ રાઠોડ મેનેજર અને સાહિલ વ્હોરાના ઓએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો
સામાજિક અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપનાર નસરુદ્દીન રાઠોડને "ચરોતર રત્ન"એવોર્ડ થી સન્માનિત કરાયા
આ સમારોહમાં દરેક ધર્મ ના દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલનાર તથા ભારત સરકાર ગુજરાત સરકાર તથા ઘણી બધી એન.જી.ઓ.અને સામાજિક સંસ્થાઓ અને રાજકીય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ અને હર હંમેશા સેવાકીય કાર્યો માટે તન મન અને ધનથી પોતાનુ યોગદાન આપવા તૈયાર રહેતા અને ગુજરાત બહારની ઘણી સંસ્થાઓ દ્વારા પણ એવોર્ડ તથા સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરાયેલ અને સામાજિક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અને પણ પોતાનું યોગદાન આપેલ અને દરેક ધર્મ અને સમાજના યુવા હૃદય સમ્રાટ માનવામાં આવતા એકદમ સરળ શૈલી અને સામાન્ય સ્વભાવ હસતા ચહેરા સાથે પોતાના ઓછા શબ્દોમાં ઘણું સમજાવી જાય તેવા જિલ્લાના નાપાડ વાંટા ગામના નસરુદ્દીન રાઠોડને "ચરોતર રત્ન"એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.