મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત લોક અદાલત ઉદ્ઘાટન સમારોહ યોજાયો - At This Time

મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત લોક અદાલત ઉદ્ઘાટન સમારોહ યોજાયો


મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત લોક અદાલત ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની માર્ગદર્શન અન્વયે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત લોક અદાલત જિલ્લા ન્યાયાલય, કોન્ફરન્સ હોલ ખાતે નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી આર. એમ. શરીનએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું .
આ પ્રસંગે નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી આર. એમ. શરીનએ જણાવ્યું હતું કે , લોકો માટેની અદાલત, લોકોની અદાલત એટલે લોક અદાલત. નેશનલ લોક અદાલત સફળ થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે જિલ્લા ન્યાયાલય ખાતે નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી આર. એમ. શરીન અને ઉપસ્થિત સૌ લોકોએ વૃક્ષારોપણ કર્યું
આ પ્રસંગે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ મહીસાગર શ્રી બી. જી. દવે , એડી. ડીસ્ટ્રીકટ જજ મહીસાગર શ્રી જે. એન. વ્યાસ , શ્રી એમ. જે. બિહોલા, ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડી. એલ. એસ. એ . મહીસાગર ,બાર એસોસિયેશન પ્રમુખ શ્રી એ. કે. પટેલ સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:- છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.