બોટાદની સાકરિયા મહિલા કોલેજ ના NSS વાર્ષિક શિબિર માં સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક ખેતી અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું. - At This Time

બોટાદની સાકરિયા મહિલા કોલેજ ના NSS વાર્ષિક શિબિર માં સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક ખેતી અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું.


બોટાદની સાકરિયા મહિલા કોલેજ ના NSS વાર્ષિક શિબિર માં સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક ખેતી અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું.

ઢીંકવાળી મુકામે યોજાયેલ વાર્ષિક શિબિરમાં તા.01/01/2023 ના રોજ સવારના પ્રથમ સેશનમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઢીંકવાળી ખાતે મુક્તિધામ તેમજ ગ્રામના મુખ્ય રસ્તાઓ સ્વચ્છ કરવામાં આવ્યા. તેમજ બપોર ના બૌધિક વ્યાખ્યાન પ્રાકૃતિક ખેતી અંતર્ગત યોજાયું. જેમાં મહેશભાઈ પટેલ, કાનજીભાઈ લાંઘણોજા, તેમજ ડાયરેકટર શ્રી ડૉ. પલ્કેસભાઈ પટેલ (કામાં ઇન્ટરનેશનલ ઓર્ગેનિક) એ પ્રાકૃતિક ખેતી વિષયક વકતવ્ય આપવામાં આવેલ. જેમાં ગામના ખેડૂતો, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરો, એન.એસ.એસ સવ્યમ સેવિકા બહેનો હાજર રહ્યા.ત્યાબાર સાંજના સેશન માં શિબિરાર્થી બહેનોએ ગ્રામ પશુધન તેમજ મહિલા સ્વ.રોજગારી નું સર્વે કરવામાં આવ્યું. આ તમામ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા કૉલેજના આચાર્યા શ્રી ડૉ. શારદાબેન પટેલના માર્ગદર્શન તળે કરવામાં આવ્યું.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં. 78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.