જેલ રોડ પર બુલેટની ટક્કરે પુજારીનું મોત , તાંદલજામાં પતિની કોર્ટ કેસમાં સમાધાન કરવા પત્નીને ધમકી.
વડોદરાના ક્રાઇમ ન્યૂઝ : જેલ રોડ પર બુલેટની ટક્કરે પુજારીનું મોત , તાંદલજામાં પતિની કોર્ટ કેસમાં સમાધાન કરવા પત્નીને ધમકી શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને કાલાઘોડા સર્કલ પાસે શાંતિ આશ્રરા માતાના મંદિરમાં સેવા પૂજા કરતા પુજારી રાજારામ કૌડીરામ જાદવ જેલ નજીક રોડ ઓળંગી રહ્યા હતા . આ દરમિયાન પોલીસ ભવન તરફથી પૂરપાટ ઝડપે આવેલ બુલેટ GJ 06 MN 3121 ના ચાલકે ટક્કર મારી હતી . જેમાં પુજારી રાજારામ જાદવને કપાળ અને હાથે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં . જ્યાં સારવાર દરમિયાન રાજારામનું મોત નિપજ્યું હતું . આ મામલે રાવપુરા પોલીસે બુલેટ ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથધરી છે . તાંદલજામાં ભરણપોષણના કેસમાં પતિની પત્નીને ધમકી શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ અમીન અયુબભાઇ વ્હોરા ( રહે . કાજલ એપાર્ટમેન્ટ , તાંદલજા , વડોદરા ) શક - વહેમ રાખી હેરાન - પરેશાન કરતો હતો . ઉલટાના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હતા . જેથી પરેશાન થઇ પરિણીતા છેલ્લા છ મહિનાથી પિયર આવી ગઇ હતી અને પતિ સામે ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો . દરમિયાન ગઇ કાલે પરિણીતા ચિસ્તિયા મસ્જીદ પાસેથી પસાર થતી હતી ત્યારે પતિએ તેને અટકાવી હતી અને કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ ચાલે છે તેમાં તુ સમાધાન કેમ નથી કરતી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . જેથી પરિણીતાએ પતિ સામે જે . પી . રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.