વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ટુ - વ્હિલર ચાલકને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત. - At This Time

વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ટુ – વ્હિલર ચાલકને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત.


વડોદરામાં ગાયના હુમલા બંધ થવાની ઘટનાઓ વિરામ લેવાનું નામ લેતી નથી . શહેરના નવા યાર્ડ વિસ્તારમાં ગતરાત્રે એક ટુ - વ્હિલર ચાલકને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા . આથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા . લાઈક ટુ - વ્હિલર ચાલક આધેડને હાથે અને પગે ઇજા વડોદરામાં નવા યાર્ડ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય આધેડ દલાલઅલી તાબુખાન પઠાણ ગતરાત્રે સાડા દસ વાગ્યે ટુ - વ્હિલર લઇને નિકળ્યા હતા . દરમિયાન સંતોકનગર પાસે અચાનક જ ગાયે તેમને અડફેટે લીધા હતા . જેથી તેમને હાથ અને પગે ઇજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા . સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે . કોર્પોરેશને પગલા લેવા જોઇએ ગાયની અડફેટે ઘાયલ દલાલઅલીના પુત્ર કેફે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે , કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે પગલા ભરવા જોઇએ . આવી ઘણી ઘટનાઓમાં નિર્દોષ લોકોના મોત થાય છે . કોર્પોરેશને રખડતા ઢોર મુકતા પશુપાલકોને પણ સમજાવવા જોઇએ અને તેમના માટે અલગ વ્યવસ્થા કરવી જોઇએ . વાંરવાર સુચનો છતાં સ્થિતિ યથાવત ઉલ્લેખનીય છે કે , વડોદરાના મેયર કેયુર રોકડિયાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી . આર . પાટીલ દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવાની કામગીરી કડક કરવાના જાહેરમાં સુચનો અપાયા છતાં રખડતા ઢોરની અડફેટે લોકો ઇજાગ્રસ્ત કે જીવ ગુમાવવાના બનાવો બની રહ્યા છે . એક વિદ્યાર્થીની આંખ ફૂટી હતી નોંધનીય છે કે , ગત મે મહિનામાં એમ . એસ . યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હેનીલ પટેલને ગાયે અડફેટે લેતા તેની આંખ ફૂટી ગઇ હતી . જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં શહેર નજીક ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરે હાઇવે પર અચાનક ગાય દોડી આવતા એક છકડો પલટી ખાતા અંદર બેસેલી મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું , જ્યારે ચાલકને ઇજા થઇ હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon