સવારથી રાત સુધી 18 કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો; કુલ 15.5 ઇંચ વરસ્યો, શાળા-કોલેજોમાં આજે રજા જાહેર
બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર 48 કલાકમાં મજબૂત બનીને ઉતર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, હવે રાજ્યમાં સાર્વત્રિક ચોમાસું
અનેક સ્થળે ફૂટપાથ બેસી ગઇ
રાજકોટમાં રવિવારે 1 ઈંચ વરસાદ પડ્યા બાદ સોમવારે સવારથી લઈને સાંજ સુધીમાં 2 ઈંચ વરસાદ રહ્યો હતો. જોકે સવારથી જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે રાજકોટમાં માત્ર 2 ઇંચ જ વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર સામાન્ય રીતે જ્યારે મીડિયમ ક્લાઉડનો વરસાદ હોય ત્યારે આખો દિવસ આકાશમાં વાદળો છવાયેલા રહે છે, પરંતુ વરસાદ ધીમે- ધીમે આવે છે. ઉલ્લેખનીય છે કે, માહોલને જોતા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.