રાજકોટ શહેરમાં કોરોના 7 કેસ નોંધાયા, શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 18 પર પહોચી
રાજકોટ શહેરમાં આજે કોરોનાના નવા 07 કેસ અને ગ્રામ્યમાં 00 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં 01 અને રાજકોટ ગ્રામ્યમાં 00 દર્દીને રજા આપવામાં આવી. રાજકોટ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 18 પર પહોચી ગઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા તરફથી મળતી વિગત મુજબ મનપા વિસ્તારમાં આજ સાંજ સુધીમાં કુલ 07 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરના અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા 65638 થઈ છે. હાલ સારવાર હેઠળ 18 દર્દી છે, આજે 01 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 નવા કેસ નોંધાયા છે. જયારે 30 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 376 પર પહોચી ગઈ છે. મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયુ નથી.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 376 પર પહોચ્યો છે. આ પૈકી 02 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 374 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,65,375 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,039 દર્દીના મોત થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.