આજે “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી' દિવસ - At This Time

આજે “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી’ દિવસ


આજે “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી' દિવસ

ગુજરાતમાં વર્ષે અઢીથી 3.35 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ ફેંકવામાં આવે છે

ડ્રેનેજમાં જમા થતી પ્લાસ્ટિક બેગથી વરસાદી પાણીની સમસ્યા સિંગલ યુઝ પર પ્રતિબંધ મુકાયો પણ..

3 જુલાઈનાદિવસ 'આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટીક બેગ ફ્રી* દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્ત્વ હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકના પ્રદુષણના કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા છે. પ્લાસ્ટીકમાં પણ વધુ જોખમી પ્લાસ્ટીકની બેગ' (કોથળી) માનવામાં આવે છે, કારણ કે તે 'રીયુઝ' થતી નથી અને મોટાભાગે ગટર, નદી વાટે સમુદ્રમાં જમા થાય છે.ગુજરાત રાજ્યની વાત કરીએ તો કેન્દ્રમાં પર્યાવરણ, વન મંત્રાલયના રિપોર્ટ મુજબ 2020-21મા ગુજરાતમાં પ્લાસ્ટીક વેસ્ટ ઓછા માઇક્રોનની બે ટન હતું, જે હાલના સમયમાં પણ 2.25 લાખ ટનથી તો ઓછું નહીં જ હોય. આ પ્લાસ્ટીક વેસ્ટમાં મહત્તમ બેગ છે. કારણ કે બેગ સિવાયના અન્ય પ્લાસ્ટીક રીયુઝ થાય છે. ગંભીર બાબત એ બહાર આવી રહી છે કે આ પ્લાસ્ટીક બેગનો વેસ્ટ ડ્રેનેજ યા વરસાદી ગટરમાં જાય છે, જેમાં કેટલોક વેસ્ટ તો પ્રિમોન્સુન કામગીરીમાં કઢાય છે પણ મોટો

સિંગલ યુઝ પ્લાસ્ટીકથી પેદા થતી ગંભીર સ્થિતિ રોકવા અગાઉ 75 માઇક્રોન પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ હતો, જે વધારી 120 માઇક્રોન દોઢ વર્ષ અગાઉ કરાયો હતો. જોકે ગુજરાતમાં આ પ્રતિબંધનો કડક અમલ નથી અને જ્યાંને ત્યાં વેચાય છે.જે પર્યાવરણીય મોકાણ સર્જે છે.જથ્થો કઢાતો નથી અને જમા જ રહે છે. અને વરસાદની સ્થિતિમાં ગંભીરતા સર્જે છે. આમ તો વરસાદી પાણી ભરાવાના અનેક કારણો છે, જેમાં કાંસ પુરાવી, પાણીના નિકાલ માટે યોગ્ય પ્લાનિંગ નહીં. આડેધડ બાંધકામો વગેરે પણ છે પણ પ્લાસ્ટીકની કોથળીઓ ગટરમાં જમા થતા તે પણ વરસાદી પાણીને સરળતાથી પસાર થવા દેતી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.