લખતર ગ્રામ પંચાયત સામે લખતર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા લખતર કોર્ટ દ્વારા લખતર પોલીસને એક મહિનામાં તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કરાયો
લખતર ગ્રામ પંચાયત સામે લખતર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા લખતર કોર્ટ દ્વારા લખતર પોલીસને એક મહિનામાં તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કરાયો
સુરેન્દ્રનગર ડીડીઓ દ્વારા તપાસ લખતર તાલુકા પંચાયતને સોંપી હોય દૂધના રખોપા બિલાડીને સોપાયા હોવાનો ઘાટ સર્જાતા લખતર કોર્ટમાં કેસ દાખલ કરવાની ફરજ પડીલખતર ગામની ગ્રામ પંચાયતમાં નવી બોડી આવ્યા પછી દરેક કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા સાથે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણ મારુણીયા દ્વારા લખતર ગ્રામ પંચાયત પાસે ગ્રામ પંચાયતના કામની માહિતી માંગતા માહિતી નહિ આપતા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું સાથે લખતર ગામના ભૈરવપરા મફતિયાપરા કેન્ટીનપરા કૃષ્ણ નગર સહિતના અનેક વિસ્તારમાં પાયાગત સુવિધા નહિ હોવાથી રેલી લખતર બંધનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણીયા લખતર ગ્રામ પંચાયત ઉપસરપંચ હીરાબેન વડોદરિયા દ્વારા સુરેન્દ્રનગર કલેકટર ડીડીઓ ડીએસપીને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અનેક રજુઆત કરાયા પછી સુરેન્દ્રનગર ડીડીઓ દ્વારા લખતર તાલુકા પંચાયત ટીડીઓ વિસ્તરણ અધિકારી અમઇ સહિતના કર્મચારીઓને તપાસ કરી રિપોર્ટ કરવા લેખિત હુકમ કરવામાં આવ્યો હતો આશરે એક મહિના સુધી તપાસ નહિ કરતા આ બાબત મીડિયામાં આવતા લખતર તાલુકા પંચાયત દ્વારા તપાસ કરતા બિલાડીને દૂધનું રખોપુ કરવા સોપાયોનો ઘાટ સર્જાયો હતો આથી નાછૂટકે અરજદાર અને ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા લખતર કોર્ટમાં કેસ દાખલ કરવાની ફરજ પડી હતી ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા લખતર લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ પટેલ સહિત તપાસમાં ખુલે તેતમામ સામે લખતર નામદારકોર્ટમાં લેખિત ફરિયાદ દાખલ કરાવતા લખતર નામદાર કોર્ટ દ્વારા તારીખ 14.3.2024 નારોજ લખતર પોલીસ સ્ટેશનમાં 01/2024 જાવક નંબર સાથે તારીખ 16.4.2024 સુધીમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારના તમામ આક્ષેપ અંતર્ગત તપાસ કરી લખતર કોર્ટમાં રિપોર્ટ આપવા હુકમ કરવામાં આવતા લખતર તાલુકા સહિત ગુજરાત રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.