બોટાદ જિલ્લામાં હથિયાર બંધીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
તા.૧૦: બોટાદ જિલ્લામાં ચાલુ માસ ઓક્ટોબર-૨૦૨૨ તથા આગામી નવેમ્બર-૨૦૨૨ ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા.૦૯/૧૦/૨૦૨૨ થી તા.૦૮/૧૧/૨૦૨૨ સુધી (બંન્ને દિવસો સહિત) કરવાની રહેશે
ઉક્ત જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિ કે વ્યક્તિનાં સમૂહ દ્વારા શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, મોટા, બંદૂક, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવા પર, કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની અને કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઉક્ત હુકમ સરકારી નોકરી કે કામ કરતી કોઇ વ્યક્તિને જો ત્યાંના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય, પોલીસ અધિક્ષક અથવા તેણે અધિકૃત કરેલ પોલીસ અધિકારી કે જેને શારીરિક અશક્તિને કારણે લાકડી અથવા લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્યક્તિને અથવા કાયદેસરના હથિયાર પરવાના વ્યક્તિનઓને ઉક્ત હુકમનો ખંડ (ક)-(ખ)-(ગ)-(ઘ) લાગુ પડશે નહી. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.