દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા આજે ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ડીજે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા આજે ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ડીજે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું.


સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા આજે ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ડીજે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું.

આજનો દિવસ ભારતના ઇતિહાસનો સૌથી વધુ મહત્વ ધરાવતો દિવસ છે. આજના દિવસે બ્રિટિશ શાસન દ્વારા ભારત દેશને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો હતો અને આ દિવસથી ભારત દેશમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની અધ્યક્ષસ્થાને બનેલી બંધારણીય સમિતિ દ્વારા નિર્મિત દુનિયાના સૌથી મોટા હસ્ત લેખિત બંધારણ ને અમલમાં મૂકવામાં આવ્યું હતું. તેની યાદમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ આપણા દેશમાં તેની ઉજવણી થાય છે. આ દિવસે ભારત દેશને ભારતના નાગરિક એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે મળ્યા હતા. અને તેમને રાષ્ટ્રપતિ ભવનની સામેના રાજપથ પર ભારતનો તિરંગો લહેરાવી ભારત દેશને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કર્યું હતું. આ દિવસે ભારતને ગુલામીમાંથી આઝાદી અપાવનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ભારતની રાજધાની દિલ્હીના રાજપથ પર પરેડ યોજાય છે. આ અતિ મહત્વના દિવસ ની યાદગીરી માટે સરભવાનીસિંહ વિદ્યાલય શાળા પરિવાર દ્વારા ડીજે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું પ્રસ્થાન શાળાના સિનિયર શિક્ષક શ્રી સીબી રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હાથમાં તિરંગો આપવામાં આવ્યો હતો અને દાંતા ગામના મુખ્ય માર્ગ પર રેલી કાઢવામાં આવી હતી. જેમાં ગામ લોકોને કેટલાક દેશપ્રેમ વિશેના સંદેશા પાઠવવામાં આવ્યા હતા તથા ગામના લોકોને શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે શાળામાં કઈ કઈ સુવિધાઓ છે તેનું પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ સવા નવ કલાકે એસએસસી 2022 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થનાર શાળાની વિદ્યાર્થીની ઠાકોર નિકિતાબેન દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. કમાન્ડ પણ શાળાના વિદ્યાર્થી સેનમા નિતેશભાઇએ આપ્યા હતા અને રાષ્ટ્રની ભાવના ઉત્પન્ન થાય તેવું ભાષણ પણ શાળાની વિદ્યાર્થીની સુહાનાબાનુ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ આજનો સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યો હતો છેલ્લે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઇઝરશ્રીએ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનો તથા શાળાના તમામ સ્ટાફ મિત્રો તથા શાળાના તમામ વિદ્યાર્થી મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠ્ય હતા.
જય હિન્દ🇮🇳 જય ભારત🇮🇳

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.