બોટાદ વ્હેપારીઓને વ્યવસાયવેરા સમાધાન યોજના-૨૦૨૨
આથી બોટાદ નગરપાલિકા વિસ્તારમાં દરેક પ્રકારનો વ્હેપાર ધંધો કરતા વ્હેપારીઓને ખાસ સુચના ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવથી વ્યવસાયવેરો ભરવાને જવાબદાર વેતનદારો કે કર્મચારીઓ તેઓ વતી કામે રાખનાર (એમ્પ્લોયર) તથા વ્યવસાયીઓ માટે જુદીજુદી કેટેગરીઓમાં વ્યવસાયવેરા ભરવાની સમય મર્યાદામાં છુટછાટ સાથે વ્યાજ તથા દંડનીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવા આવેલ છે તો આપનો વર્ષ ૨૦૨૨/૨૩ સુધીનો વ્યવસાયવેરો તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં ભરી જવો નહીતર ગુજરાત રાજય વ્યવસાયવેરા અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૧ ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ૧૮% દંડનીય વ્યાજ સાથે વસુલવામાં આવશે તેમજ જે વ્હેપારીઓને શોપ લાઈસન્સ રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેઓએ તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી જવું નહીતર ગુજરાત રાજય શોપ એક્ટ અધિનિયમ-૨૦૧૯ ની કલમ-૨૮ ની જોગવાઈ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું બોટાદ નગરપાલિકા ની યાદીમાં જણાવેલ છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.